સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ આજ રોજ પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ઓપ્પો ફાઈન્ડ N2 ફ્લિપ (OPPO Find N2 Flip) લોન્ચ કરી દીધો છે. આ હેન્ડસેટ 3.62 ઈંચનાં કવર ડિસ્પ્લે સાથે 6.8 ઈંચની AMOLED સ્ક્રિનને સપોર્ટ કરે છે. ભારતમાં ઓપ્પો ફાઈન્ડ એન2 ફ્લિપ (OPPO Find N2 Flip)ની સીધી ટકકર સેમસંગ ગેલેક્સી Z4 ફ્લિપ 4 સાથે થશે. આ સ્માર્ટફોનને ગયા મહિને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો.
કિંમત અને બજારમાં ક્યારે આવશે?
કંપનીનાં આ સ્માર્ટફોનને 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની સાથે ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે અને આ હેન્ડસેટની સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹89,999 રાખવામાં આવી છે. લોકો આ સ્માર્ટફોનને 17 માર્ચથી ફ્લિપકાર્ટ અને ઓપ્પો ઈન્ડિયાનાં સ્ટોર પરથી ખરીદી શકશે. જો કોઈ યસ બેન્ક, ICICI, કોટક બેન્ક, SBI, HDFCનાં કાર્ડનો ઉપયોગ કરીને આ સ્માર્ટફોનની ખરીદી કરે છે તો 10% સુધીની છૂટછાટ અથવા તો 5 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ સિવાય 12 મહિનાનાં No Cost EMI પણ ઓફર કરે છે. આ સ્માર્ટફોન જાંબલી અને બ્લેક કલરમાં મળશે. ઓપ્પોનાં જૂના ગ્રાહકો માટે 5 હજાર રુપિયા સિવાય એક્સ્ટ્રા એક્સચેન્જ ઓફર અને લોયલ્ટી બોનસ પણ છે.
ફીચર્સ :
ડિસ્પ્લે - આ સ્માર્ટફોનમાં UTG ગ્લાસ પ્રોટેક્શન અને 100 ટકા sRGB કલર ગેમેટની સાથે 6.8 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. તેમાં 1600nits સુધીની પીક બ્રાઈટનેસ મળે છે. આ સિવાય સ્માર્ટફોનમાં તમને 3.26 ઈંચની કવર AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. જેમાં 900nits બ્રાઈટનેસ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 લેયર અને ડિફોલ્ટ 60Hz રિફ્રેશ રેટ મળે છે.
પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ - આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 9000+ પ્રોસેસર આપવામાં આવ્યુ છે, જેને સપોર્ટ કરવા માટે માલી-G710 MC10 ગ્રાફિક્સ, 8GB RAM અને 256GBનું સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ-13 પર આધારિત કલર OS પર કામ કરે છે.
કેમેરા - આ સ્માર્ટફોનનાં રિયર પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે, જેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો અલ્ટ્રા વાઈડ એન્ગલ સેકન્ડરી કેમેરા સામેલ છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
કલર ઓપ્શન - હેન્ડસેટ એસ્ટ્રલ બ્લેક અને મૂનલાઈટ પર્પલ કલરમાં મળશે.
કનેક્ટિવિટી - કનેક્ટિવિટીમાં 5G, વાઈ-ફાઈ, બ્લૂટુથ, GPS અને ચાર્જિંગ માટે USB ટાઈપ-C પોર્ટ સામેલ છે. તે સિવાય સેફ્ટી માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
બેટરી અને ચાર્જર - આ સ્માર્ટફોનમાં 44Wનું સૂપરવૂક ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટની સાથે 4300mAhની લોન્ગ લાઈફ બેટરી આપવામાં આવી છે. આ ચાર્જરથી ફોનને 23 મિનિટમાં 50% ચાર્જ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.