અંતે Nothing-1 સ્માર્ટફોનનો હેન્ડ-ઓન વીડિયો રિલીઝ થયો, જેમાં તેની અદ્ભુત બેક LED લાઇટ્સ, યુનિક લૂક્સ અને અન્ય રસપ્રદ તથ્યો જોવા મળ્યા.
Nothing-1 સ્માર્ટફોનનો ફર્સ્ટ લુક સામે આવ્યો
આ સ્માર્ટફોનનો પહેલો હેન્ડ્સ-ઓન વીડિયો જાણીતી ટેક યુટ્યુબર માર્ક્વસ બ્રાઉનલી (MKBHD) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આનાથી ઘણાં ટેક જાયન્ટ્સ અને Nothing-1ના ચાહકોને આશ્ચર્ય થયું, જે લોકો આ સ્માર્ટફોનના વિશિષ્ટ દેખાવની રાહ જોઈ રહ્યા છે.
વીડિયો મુખ્યત્વે તેના બાહ્ય દેખાવ અને પ્રભાવશાળી LED લાઇટ્સ પર કેન્દ્રિત હતી. જો કે, ઈન્ટરનલ હાર્ડવેર વિશે કોઈ વિશેષ માહિતી મળી નથી પણ તેની LED ફંકશનાલિટી વિશે અમે થોડી વિગતો મેળવી. આ ડિવાઇસમાં તેના ડ્યુઅલ રિયર કેમેરા અને વાયરલેસ ચાર્જિંગની આસપાસના ભાગમાં અને વધુ બે સ્પોટ પર ગ્લોઇંગ LED લાઈટ આપવામાં આવી છે. માર્ક્વસ બ્રાઉનલીએ જણાવ્યું હતું કે, આ ગ્લોઇંગ LED લાઈટ ડિવાઈસને એક વિશેષ લૂક પૂરો પાડે છે. તેને ‘અલ્ટિમેટ નોટિફિકેશન LED’ કહે છે કારણ કે જ્યારે નોટિફિકેશન આવે છે ત્યારે આ LED સ્ટ્રીપ્સ પ્રકાશિત થાય છે.
વીડિયોમાં જોવા મળ્યું કે, આ ડિવાઇસ સેલ્ફી સ્નેપર માટે સેન્ટ્રલ-એલાઇનેડ પંચ-હોલ કટઆઉટ માટે જગ્યા બનાવશે. આ ડિવાઇસનું ડિસ્પ્લે એકદમ ફ્લેટ છે અને એકંદરે ડિવાઇસ યુટ્યુબરના હાથમાં એકદમ કોમ્પેક્ટ લાગે છે. તેણે કહ્યું, આપણે વધુ આત્મવિશ્વાસ સાથે આ ડિવાઇસ લોન્ચ થવાની રાહ જોવી પડી શકે છે.
MKBHD જણાવે છે કે, સ્માર્ટફોનમાં જે લાલ ટપકું અત્યાર સુધી આપણાં બધા માટે એક રહસ્ય હતું, તે વીડિયો રેકોર્ડિંગ સૂચક હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત નીચેની LED સ્ટ્રીપ ચાર્જિંગ ટકાવારી સૂચક તરીકે કામ કરશે. પાછળની બાજુએ LED લાઇટ્સમાં કસ્ટમાઇઝેશનના વિવિધ વિકલ્પો હશે અને તે નથિંગ ફોન (1)ની ઇન-હાઉસ રિંગટોન સાથે સિન્ક થશે. છેલ્લે, નથિંગ ફોન (1)માં વાયરલેસ ચાર્જિંગ, તેમજ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ મળશે. બાકીની વિગતોની વાત કરીએ તો ડિવાઇસના સ્પેસિફિકેશન્સ વિશે વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કંપની તરફથી આ પહેલી પ્રોડક્ટ નથી. તે પહેલાં તેના નથિંગ ઇયર 1 બડ્સને બજારમાં લોન્ચ કરી ચૂકી છે, જેને તેની પારદર્શક બેક ડિઝાઇન કારણે ખૂબ જ લોકપ્રિયતા મળી છે. વનપ્લસના સહ-સ્થાપક કાર્લ પેઇએ કંઈક નવું રજૂ કરીને કંપનીને શરૂ કરી હતી અને હાલ તેમનો સ્માર્ટફોન માર્કેટમાં ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યો છે. 12 જુલાઈ, 2022 ના રોજ સવારે 11:00 વાગ્યે "રીટર્ન ટુ ઇન્સ્ટન્ક્સ્ટિક" નામની ઇવેન્ટમાં તેને ડિવાઈસ લોન્ચ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.