તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • The First Sale Of The Galaxy M42 5G With 48MP Primary Rear Camera Will Get A Discount Of ₹ 2000 Today Under The Introductory Offer.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:48MP પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ 'ગેલેક્સી M42 5G'નો આજે પ્રથમ સેલ, ઈન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ ₹2000નું ડિસ્કાઉન્ટ મળશે

12 દિવસ પહેલા
 • ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે

સેમસંગે થોડા દિવસ પહેલાં જ તેનો M સિરીઝનો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આજે તેનો પ્રથમ સેલ યોજાવા જઈ રહ્યો છે. કંપનીની ઓફિશિયલ સાઈટ અને એમેઝોન પર બપોરે 12 વાગ્યાથી ફોનની ખરીદી કરી શકાશે. આ ફોનની ખાસિયત એ છે કે તેમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, NFC સપોર્ટ અને 5,000mAhની બેટરી મળે છે.

કિંમત અને અવેબિલિટી

 • ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે.
 • જોકે કંપની ઈન્ટ્રોડક્શન ઓફર હેઠળ 6GB+128GB વેરિઅન્ટ 19,999 રૂપિયામાં અને 8GB+128GB વેરિઅન્ટ 21,999માં મળશે.
 • બપોરે 12 વાગ્યાથી ફોનનું વેચાણ એમેઝોન અને સેમસંગની ઓફિશિયલ સાઈટ સહિત સિલેક્ટેડ રિટેલ સ્ટોર પર શરૂ થશે.
 • ફોનનાં પ્રિઝમ ડોટ બ્લેક અને પ્રિઝમ ડોટ ગ્રે કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

સેમસંગ ગેલેક્સી M42 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન​​​​​​​​​​​​​​

 • સેમસંગનો આ 5G ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI 3.1 પર રન કરે છે. તેમાં 6.6 ઈંચની HD+ સુપર AMOLED ઈન્ફિનિટી U ડિસ્પ્લે મળે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસરથી સજ્જ છે. ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોન 48MP(GM2 પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ) +5MP(મેક્રો સેન્સર)+5MP(ડેપ્થ સેન્સર)નાં 4 રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • ફોન 5,000mAhની બેટરીથી સજ્જ છે. તે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીના દાવો છે કે 36 કલાકનો ટોક ટાઈમ, 22 કલાકનું ઈન્ટરનેટ બ્રાઉઝિંગ અને 34 કલાકનો વીડિયો પ્લે બેક આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો