વ્હોટ્સએપ ન્યૂ ફિચર અપડેટ:ટૂંક સમયમાં જ એપ પર મળશે ફોટોઝ અને વીડિયો ડ્રેગ-ડ્રોપ કરવાની સુવિધા, જાણો કેવી રીતે?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપથી સંબંધિત સમાચારો અને અપડેટ્સ પર નજર રાખતી વેબસાઇટ WABetaInfoએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક એવી સુવિધા પર કામ કરી રહી છે, જેની મદદથી લોકો એક નિશ્ચિત તારીખનાં મેસેજીસ શોધી શકશે. હવે વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે, તે તેની સાથે એક નવા ફીચર પર પણ કામ શરુ કરી રહી છે.

WABetaInfoએ જણાવ્યું હતું કે, આ નવા ફીચરની મદદથી યૂઝર્સ તેઓની વ્હોટ્સએપ ચેટમાં અન્ય એપ્લિકેશન્સમાંથી વીડિયોઝ, ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ ડ્રેગ અને ડ્રોપ કરીને લાવી શકશે અને તેને બીજા યૂઝર્સને સેન્ડ કરી શકશે. આ ફીચરને સમજાવવા માટે વેબસાઇટે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

વ્હોટ્સએપ એક એવું સોશિયલ મીડિયા એપ છે કે, જે પોતાની એપને યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે નિરંતર અપડેટ્સ આપ્યા રાખે છે. આ અપડેટ્સનો હેતુ ગ્રાહકોને આકર્ષક નવા ફીચર્સ ઉપરાંત વધુ મજબૂત ગોપનીયતાની સુરક્ષા આપવાનો છે. તે યૂઝર્સની તમામ ફરિયાદો અને ભલામણોને કાળજીપૂર્વક લે છે અને એટલે જ મેટાની માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર ઇન્ટરફેસને સુધારવા માટે નવા ફીચર્સનું એપ પર ટેસ્ટિંગ કરતું રહે છે.

ઉપરનાં સ્ક્રીનશોટ મુજબ યૂઝર્સે આ ફીચરનો ઉપયોગ કરવા માટે વ્હોટ્સએપ ચેટમાં સર્ચ મોડ એક્ટિવ કરવો પડશે અને ત્યારબાદ તે વ્હોટ્સએપ ચેટમાં કોઈપણ વીડિયો, ફોટોઝ કે ડોક્યુમેન્ટ્સ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અન્ય યૂઝરને સેન્ડ કરી શકશે. આ અપડેટ ક્યારે રોલઆઉટ થશે? તે પણ જાણી શકાયું નથી. હંમેશની જેમ, તે જાહેર રોલઆઉટ થાય તે પહેલાં બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યુ છે.

થોડા સમય પહેલાં ‘એક્સિડન્ટલ ડિલીટ’ ફીચર આવ્યું હતું
આ નવું ફિચર તમને તમારી ભૂલ સુધારવા માટે તમે મેસેજ ડિલીટ કર્યો ત્યારથી પાંચ સેકન્ડની વિન્ડો આપે છે. તમે મેસેજ ડિલીટ કર્યા પછી, ‘મેસેજ ડિલીટેડ ફોર મી’ મેસેજ સાથે એક નાનું ડાયલોગ બોક્સ દેખાશે. આ બોક્સમાં એક નાનું ‘UNDO’ બટન પણ હશે. જો તમે આ બટન પર ક્લિક કરશો, તો તમે હમણાં જ ડિલીટ કરેલો મેસેજ ફરીથી દેખાશે. આ ફીચર યૂઝર્સને વિચિત્ર પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.