• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Eyes Of The Visually Impaired Users Will Act As A Mouse, While The Background Sound Feature Will Bring Peace Of Mind.

એપલનાં ડિફરન્ટલી એબલ્ડ યુઝર્સ ડેડિકેટેડ ફીચર્સ:ઓછી દૃષ્ટિવાળા યુઝર્સની આંખ માઉસનું કામ કરશે, તો બેકગ્રાઉન્ડ સાઉન્ડ ફીચર માનસિક શાંતિ અપાવશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપલ અસ્સિસ્ટિવ ટચ ફીચરની મદદથી ડિફરન્ટલી એબલ્ડ યુઝર્સ એપલ વોચને ટચ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકશે
  • ઈમેજ વોઈસ ઓવર ફીચરની મદદથી ઈમેજમાં ટેક્સ્ટ, ટેબલ ડેટા ડિસ્ક્રિપ્શનના આધારે યુઝર વોઈસ ઓવર સાંભળી શકશે

ટેક જાયન્ટ એપલે ડિફરન્ટલી એબલ્ડ લોકો માટે પાવરફુલ સોફ્ટવેર ફીચર ડિઝાઈન કર્યું છે. જે લોકો ચાલવા, જોવા, સાંભળવા માટે અને માનસિક રીતે ડિફરન્ટલી એબલ્ડ છે તેમને આ ફીચરથી મદદ મળશે. આ ફીચર એપલ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી સાથે ચાલે તે દર્શાવે છે. એપલનું માનવું છે કે એક્સેસેબિલિટી લોકોનો અધિકાર છે. એપલ હંમેશાં એવી પ્રોડક્ટ તૈયાર કરે છે જે ઈન્ડસ્ટ્રીની માગ પ્રમાણે હોય છે.

આ વર્ષે એપલે તમામ ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેરમાં અપડેટ રિલીઝ કરી છે. તેમાં 'લિમ્બ ડિફરન્સ' લોકો એપલ વોચથી અસિસ્ટન્ટ ટચને નેવિગેટ કરી શકે છે. આ ફીચર દૃષ્ટિ બાધિત અને ઓછી દૃષ્ટિ ધરાવતા લોકો માટે વોઈસ ઓવર સ્ક્રીન રીડર ફીચરનું કામ કરશે. ન્યૂરો ડાયવર્સિટીની મદદથી એપલે નવો બેકગ્રાઉન્ડ સાઉન્ડ રિલીઝ કર્યો છે. તેમાં સાઉન્ડ ડિસ્ટર્બન્સ ઓછો થશે. જે લોકો બધિર છે અથવા જેમને ઓછું સંભળાય છે તેમના માટે એપલે MFI (મેડ ફોર આઈફોન)થી 2 ડાયરેક્શનમાં સંભળાવનારી ટેક્નોલોજી ડેવલપ કરી છે.

એપલ વોચનું અસ્સિસ્ટિવ ટચ ફીચર
આ ફીચરની મદદથી ડિફરન્ટલી એબલ્ડ યુઝર્સ એપલ વોચને ટચ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકશે. તેની મદદથી વોચને ટચ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકાશે. આઈપેડ યુઝરથી અન્ય યુઝર્સ તેમના પર નજર રાખી શકે છે.

એપલ વોચ ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર અને ઓન ડિવાઈસ મશીન લર્નિંગ સાથે ઝાયરોસ્કોપ અને એક્સેલેરોમીટર જેવાં બિલ્ટ ઈન મોશન સેન્સરનો ઉપયોગ કરે છે. સાથે જ તે માંસપેશીઓની મૂવમેન્ટના અંતરની પણ ઓળખ કરે છે. યુઝર્સની ડિસ્પ્લે પર હાથના જેશ્ચર જેમ કે પિંચ અને ક્લિંચ કરે છે તો વોચ કર્સલ પર નેવિગેટ કરવામાં મદદ કરે છે. સાથે જ એપલ ઈન્કમિંગ કોલના આન્સર, ઓનસ્ક્રીન મોશન પોઈન્ટરને કન્ટ્રોલ કરવા અને નોટિફિકેશન જેવાં ફીચરનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

આઈ ટ્રેકિંગ સપોર્ટ ફીચર
iPadOSનું આઈ ટ્રેકિંગ ડિવાઈસ બ્લાઈંડ અને ઓછી દૃષ્ટિવાળા લોકોની મદદ કરે છે. તેનાથી લોકો iPadને આંખોથી કન્ટ્રોલ કરી શકાય છે. તેમાં MFi ડિવાઈસ હોય છે જે લોકોની આંખને ટ્રેક કરી માલુમ કરે છે કે તે સ્ક્રીનમાં શું જુવે છે. યુઝર જે બાજુ નજર ફેરવશે પોઈન્ટર તે જ બાજુ જશે. જ્યારે આઈ એક્સટેન્ડ કરવા પર ટેપ થશે. આ રીતે આંખ માઉસની જેમ કામ કરશે.

ઈમેજ વોઈસ ઓફર ફીચર
એપલ વોઈસ ઓવર માટે નવું ફીચર લાવી છે. તે દૃષ્ટિ બાધિત અને ઓછી દૃષ્ટિવાળા યુઝર્સ માટે વરદાન સમાન છે. આ ફીચરની મદદથી ઈમેજમાં ટેક્સ્ટ, ટેબલ ડેટા ડિસ્ક્રિપ્શનના આધારે યુઝર વોઈસ ઓવર સાંભળી શકે છે.

ઓડિયોગ્રામ ફીચર
આ ફીચર બધિર અથવા ઓછું સાંભળતા યુઝર્સ માટે છે. આવા યુઝર્સ હેન્ડ્સ ફ્રી ફોન અને ફેસટાઈમ વાત કરી શકે છે. એપલમાં ઓડિયોગ્રામ એક ગ્રાફ છે જે લોકોનો અલગ પિચ અથવા ફ્રિક્વન્સી પર સાંભળવા માટે સૌથી સોફ્ટ સાઉન્ડને હેડફોન અનુસાર જણાવે છે. તેનાથી માલુમ કરી શકાય છે કે વ્યક્તિ કેટલી હાઈ ફ્રિક્વન્સીથી સાંભળી શકે છે.

બેકગ્રાઉન્ડ સાઉન્ડ ફીચર
ડે ટુ ડે લાઈફના સાઉન્ડ આપણને ડિસ્ટ્રેક્ટ, ડિસકમ્ફર્ટ અને થાક અપાવે તેવા હોય છે. તેવામાં એપલનું નવું બેકગ્રાઉન્ડ સાઉન્ડ ફીચર ડિસ્ટ્રક્શન ઓછું કરશે અને ફોકસ કરવામાં મદદ કરશે. તેનાથી ચારે બાજુના અવાજો ઓછા કરી શકાશે. તે માનસિક રીતે અશાંત લોકો માટે છે. તેમાં સમુદ્રની લહેર અને વરસાદનો અવાજ બેકગ્રાઉન્ડમાં ચાલતો રહે છે.