• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Event Is Expected To See The Launch Of The New MacBook Pro, The MacBook Air; Even The Cheapest IPhone Could Be Launched

2022ની પહેલી એપલ ઈવેન્ટ:ઈવેન્ટમાં નવા મેકબુક પ્રો, મેકબુક એર લોન્ચ થવાની અપેક્ષા; સૌથી સસ્તો આઈફોન પણ લોન્ચ થઈ શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઈવેન્ટમાં એપલ આઈફોન SE 3ને પણ લોન્ચ કરી શકે છે

એપલે આ વર્ષે પોતાની પહેલી ઈવેન્ટની જાહેરાત કરી દીધી છે. આ ઈવેન્ટ 8 માર્ચે યોજાશે. ઈવેન્ટમાં નવા મેકબુક પ્રો, મેકબુક એર, મેક મિની અને આઈમેક પ્રોને લોન્ચ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ પ્રોડક્ટ્સને એપલ M1 અને M2 ચિપસેટની સાથે લોન્ચ કરી શકે છે. તેની સાથે આઈફોન SE 3 પણ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ એપલનું સસ્તુ હેન્ડસેટ પણ હશે.

આ ઈવેન્ટ 8 માર્ચે ભારતમાં રાત્રે 11:30 વાગે શરૂ થશે. તેને કંપની પોતાની યુટ્યુબ ચેનલની સાથે એપલ ટીવી પર પણ લાઈવ કરશે. એપલે ઈવેન્ટ સાથે સંબંધિત એક ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ઘણા રંગીન એપલના લોગો જોવા મળી રહ્યા છે. સાથે જ Peek Performanceની ટેગલાઈન પણ આપી છે.

ઈવેન્ટમાં શું લોન્ચ થઈ શકે છે?
એપલે અત્યારે ઓફિશિયલી ઈવેન્ટમાં લોન્ચ થનારા પ્રોડક્ટ્સ વિશે કંઈ નથી જણાવ્યું. રિપોર્ટના અનુસાર, ઈવેન્ટમાં નવા મેકબુક રજૂ કરવામાં આવી શકે છે. લોન્ચ થનારા અન્ય પ્રોડક્ટ્સમાં મેકબુકમાં M2, M1 પ્રો, M1 મેક્સ ચિપસેટનો સપોર્ટ મળી શકે છે. નવા મેકબુક પ્રો, મેકબુક એર અને મેક મિનીને M2, જ્યારે નવા આઈમેક પ્રોને M1 પ્રો અને M1 મેક્સ ચિપસેટની સાથે રજૂ કરવામાં આવી શકે છે. મેકબુક એરનું નવું વર્ઝન પણ આવવાની અપેક્ષા છે.

સૌથી સસ્તો આઈફોન લોન્ચ થવાની અપેક્ષા
આ ઈવેન્ટમાં એપલ આઈફોન SE 3ને પણ લોન્ચ કરી શકે છે. જેને આઈફોન SE (2022), આઈફોન SE+ 5G અથવા આઈફોન SE 5G પણ કહી શકાય છે. નવા આઈફોનમાં એક સમાન ડિઝાઈન હોય શકે છે જે આઈફોન SE (2020)નીહતી. જો કે તેમાં 5G સપોર્ટ સામેલ થઈ શકે છે. A15 બાયોનિક ચિપ મળી શકે છે. આઈફોન SE 3ની કિંમત 300 ડોલર (લગભગ 22,700 રૂપિયા) હોય શકે છે.