તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-19 મહામારીની વચ્ચે ભલે અર્થવ્યવસ્થા સંબંધિત વસ્તુઓ ધીમે ધીમે શરૂ કરવામાં આવી હોય પરંતુ જોખમ હજી ટળ્યું નથી. તેના કારણે જ અત્યારે શાળા ખોલવાની કોઈ યોજના નથી. બાળકો જ્યાં સુધી શાળાએ ન જાય ત્યાં સુધી તેમની સાથે ઘરે રહીને જ મહેનત કરવી પડશે. જો બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું તો તેમના માટે ઈલેક્ટ્રોનિક ટેબલેટનો ઉપયોગ કરી શકો છો.
આ ટેબલેટ પર બાળકો લખવાની સાથે ડ્રોઈંગ કરી શકે છે. આ ટેબલેટનો ઉપયોગ સ્લેટની જેમ કરી શકાય છે. તેમજ બાળકોની સાથે મોટા લોકો પણ તેનો ઉપયોગ નોટ્સ લખવામાં કરી શકે છે. જાણો શું છે ઈલેક્ટ્રોનિક ટેબલેટ?
શું છે ઈલેક્ટ્રોનિક ટેબલેટ?
નામ સૂચવે છે તેમ આ ડિવાઈસ એક ટેબલેટ જેવું જ હોય છે. માત્ર એટલો જ તફાવત છે કે તેનો ઉપયોગ સ્લેટની જેમ થાય છે. એટલે કે, તેનાથી એન્ટરટેઈનમેન્ટ નહીં કરી શકો. ઈલેક્ટ્રોનિક ટેબલેટમાં બ્લેક કલરની મોટી LCD સ્ક્રીન હોય છે, જેના પર સ્ટાઇલસ જેવી પેનની મદદથી લખવામાં આવે છે. ટેબલેટ પર લખેલા ઈરેજ બટનની મદદથી ભૂંસી શકાય છે. આ ટેબલેટની મદદથી બાળકો ઝડપથી લખવાનું શીખે છે.
ઈલેક્ટ્રોનિક ટેબલેટના ફાયદા
આ ટેબલેટની મદદથી જે બાળકો લખવાનું શીખી રહ્યા છે તેમને ઘણી મદદ મળે છે. તેમજ કોપીના પૈસા પણ બચી જાય છે. તમારે સ્લેટ અને ચોક લેવાની પણ જરૂર નથી પડતી. ટેબલેટથી ઘરમાં કોઈપણ પ્રકારની ગંદકી થતી નથી. બાળકો લખવાની સાથે ડ્રોઈંગ શીખી શકે છે. ક્રિએટિવિટી પણ કરી શકે છે.
ઈલેક્ટ્રોનિક ટેબલેટની કિંમત
આ ટેબલેટની ઓનલાઈન કિંમત લગભગ 250 રૂપિયાથી શરૂ થાય છે. તેમજ આ ટેબલેટનું મટિરિયલ અને ક્વોલિટીના અનુસાર કિંમત 900 રૂપિયા સુધી પહોંચી જાય છે. તેને પોપ્યુલર ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી ખરીદી શકાય છે. તેમજ ઓફલાઈન માર્કેટમાં પણ સરળતાથી મળે છે.
પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. નેગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.