આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ રસોડાને સ્માર્ટ બનાવ્યું છે. સિરી, એલેક્સા અને ગૂગલ જેવી વોઇસ આસિસ્ટન્ટ એપ્લિકેશન રસોડામાં મદદરૂપ 'મેઇડ્સ' તરીકે ઉભરી આવી છે.
આ ડિજિટલ હેલ્પ કિચન જેવા જ છે, જેમાં ખાદ્યપદાર્થો વિશે જણાવવામાં આવે છે અને વ્યસ્ત હોય ત્યારે સ્ટોવ, કોફી મશીન અને ઓવન ચાલુ અને બંધ કરવાનું કામ કરે છે.
કાંડા પર બાંધવામાં આવેલી ડિવાઇસ સ્વાસ્થ્યની સ્થિતિ જણાવવા સાથે, ખોરાક પણ બનાવશે
એઆઈ સિસ્ટમ સ્માર્ટ વોચ સાથે જોડાયેલી છે. તે વ્યક્તિનું વજન, સ્વાસ્થ્યની જરૂરિયાતો અને ખાવાની ઇચ્છા વિશે પણ કહી શકે છે. હવે એવાં સાધનો પર પણ કામ કરવામાં આવી રહ્યું છે જે રસોડામાં ભોજન બનાવી શકે. જ્યારે ફૂડ તૈયાર થશે, ત્યારે તમને મેસેજ દ્વારા પણ જણાવશે કે જમવાનું તૈયાર છે અને તમે તેનો આનંદ માણી શકો છો.
AI જરૂરિયાત મુજબ રસોઈ બનાવવામાં પણ મદદ કરશે. ક્યારેક ખોરાક એટલો બધો રંધાઈ જાય છે કે તેને ફેંકી દેવો પડે છે. પરંતુ સ્માર્ટ રસોડામાં A I તમને જરૂરિયાતના સંદર્ભમાં, કેટલું ભોજન રાંધવાનું છે એ પણ કહેશે.
રસોડામાં વસ્તુઓની અછત હોય તો યાદી તૈયાર કરવાની જરૂર નથી.
હવે તમારે શાકભાજી, ખાંડ, મીઠું, મરચું અને મસાલાની યાદી બનાવવાની જરૂર નહીં પડે. હવે એવા ફીચર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે કહી શકશે કે દૂધ ખતમ થઈ ગયું છે. લીલા ધાણા છે કે નહીં. ભીંડા પૂરા થઈ ગયા છે બજારમાંથી લાવવા પડશે. હવે ફ્રિજમાં કેટલા ટામેટાં બાકી છે? રસોડાનું AI ઉપકરણ આ બધું કહેશે.
AIથી જાણો કઠોળ અને ભાતમાં કેટલું પ્રોટીન, કેટલું કાર્બોહાઇડ્રેટ
AI રસોડામાં બનેલી વાનગીમાં વિટામિન અને પોષક તત્વોની માત્રા વિશે પણ જણાવશે. જો કોઈ વાનગી ઘરે બનાવવામાં આવે તો AI કહેશે કે તેમાં કેટલું પ્રોટીન, કેટલું આયર્ન અને કેટલું કાર્બોહાઈડ્રેટ્સ હશે?
આ માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.
આઇટી નિષ્ણાતે AI પર નિર્ભરતાના જોખમો વિશે જણાવ્યું
આઈટી એક્સપર્ટ દિનેશ ભટ્ટ કહે છે કે, શહેરોમાં પતિ-પત્ની નોકરી કરતાં હોવાને કારણે ભોજન કોણ બનાવશે તે અંગે કટોકટી સર્જાય છે. અથવા શું બનાવવું? એ મુંજવણ પણ ઊભી થાય છે.તો ક્યારેક રસોડામાં કઈ વસ્તુ ખતમ થઈ ગઈ છે તેની પણ ખબર રહેતી નથી. આવી સ્થિતિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મદદગાર બનીને સામે આવ્યું છે. જો કે, તેમાં કેટલાક જોખમ પણ છે
AI ખોરાક બનાવશે પણ તેનો સ્વાદ કેવો હશે?
રસોડામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં હજુ પણ ઘણા પડકારો છે. તમે સ્વાદ માટે મશીન પર નિર્ભર થઈ જશો. વળી મશીન દ્વારા જે ખોરાક તૈયાર કરવામાં આવશે તે હંમેશા સ્વાદની દ્રષ્ટિએ થોડો અલગ તો લાગશે જ. ભારતીય ઘરોમાં રસોઈ બનાવવી એ લોકોનો શોખ છે. ત્યારે રસોઈ માટે મશીન પર આધાર રાખવાની ટેવ પડી જતાં આપણે રસોઈની કુશળતા ભૂલી જઈએ તેવું પણ બની શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.