• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Data Of App Users Already Installed In The Phone Is Being Stolen; It Includes Facebook, Google And Microsoft App

રિસર્ચનો દાવો:ફોનમાં પહેલાથી ઈન્સ્ટોલ એપ યુઝર્સનો ડેટા ચોરી રહી છે; તેમાં ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોફ્ટ એપ સામેલ છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંશોધકે આ સ્ટડીનું ટાઈટલ 'એન્ડ્રોઈડ મોબાઈલ OS સ્નૂપિંગ બાય સેમસંગ, શાઓમી, હુવાવે અને રિયલમી હેડ સેટ' રાખ્યું છે
  • શાઓમી કંપનીનો સ્માર્ટફોન તમામ એપ સ્ક્રિનની ડિટેઈલ્સ શાઓમીને મોકલે છે

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના આ સમયમાં યુઝરના મનમાં સૌથી વધારે ડર ડેટા કલેક્શન અને તેના દુરુપયોગનો રહે છે. યુઝરની પરમિશન વગર તેનો ડેટા રાખવાની બાબતમાં ટેક કંપનીઓ પહેલાથી તપાસના દાયરામાં છે. હવે એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, તમારા ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ એપ જેમ કે, ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોફ્ટ એપ્સ ગુપ્ત રીતે યુઝર્સની પરમિશન વગર જ તેમનો ડેટા પોતાની પાસે સ્ટોર કરી લે છે.

આ રિસર્ચ ડબલિનની ટ્રિનિટી કોલેજમાં કરવામાં આવ્યું છે. યુઝર્સના સ્માર્ટફોનમાંથી ગુપ્ત રીતે લેવામાં આવેલા ડેટામાં એપની સ્ક્રીન, વેબ એક્ટિવિટી, ફોન કોલમાં પસાર કરેલો સમય, ડિવાઈસ આઈડેન્ટિફાયર જેવા હાર્ડવેર સિરિયલ નંબર સામેલ હોય છે. યુનિવર્સિટીના સંશોધકે એન્ડ્રોઈડ ઓપરેટિંગના 6 વેરિઅન્ટ ડિવાઈસ સેમસંગ, શાઓમી, હુવાવે, અને રિયલમી, લિનેજ OS અને e/OSના મોકલવામાં આવેલા ડેટાની તપાસ કરી છે.

ગૂગલ, માઈક્રોસોફ્ટ પ્રી ઈન્સ્ટોલ્ડ એપ સામેલ
સંશોધકે આ સ્ટડીનું ટાઈટલ 'એન્ડ્રોઈડ મોબાઈલ OS સ્નૂપિંગ બાય સેમસંગ, શાઓમી, હુવાવે અને રિયલમી હેડ સેટ' રાખ્યું છે. તેના અનુસાર, મિનિમમ કોન્ફિગરેશનની સાથે જ્યારે હેન્ડ સેટ ઈન એક્ટિવ હોય છે તો e/OS ઉપરાંત તમામ વેરિઅન્ટમાં પર્યાપ્ત પ્રમાણમાં થર્ડ પાર્ટીનો ડેટા ટ્રાન્સફર કરે છે. તેમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ફેસબુકની પ્રી ઈન્સ્ટોલ્ડ એપ સામેલ છે. જો કે, એપ પ્રી ઈન્સ્ટોલ હોય છે તેને અનઈન્સ્ટોલ નથી કરી શકાતી.

એપનો ઉપયોગ ક્યારે અને કેટલા સમય સુધી ઉપયોગ થયો તેનો ડેટા મોકલે છે
શાઓમી કંપનીનો સ્માર્ટફોન તમામ એપ સ્ક્રિનની ડિટેઈલ્સ શાઓમીને મોકલે છે, જેમાં દરેક એપનો ઉપયોગ ક્યારે અને કેટલા સમય સુધી કરવામાં આવ્યો છે તેની જાણકારી હોય છે. તે એક રીતે કૂકીઝ જેવું જ છે જે વેબ પેજની વચ્ચે લોકોની એક્ટિવિટીને ટ્રેક કરે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ ડેટા સિંગાપોર અને યુરોપની બહાર મોકલવામાં આવે છે.

રિસર્ચના અનુસાર, હુવાવે હેન્ડ સેટ પર સ્વિફ્ટ કી બોર્ડ ખાસ કરીને માઈક્રોસોફ્ટ એપના ઉપયોગની ડિટેઈલ્સ મોકલે છે, તેમાં યુઝર્સ ટેક્સ્ટ લખવા, સર્ચ બારમાં ટાઈપ કરવા અને કોન્ટેક્ટ સર્ચ કરવા જેવી જાણકારી હોય છે.

તેમજ સેમસંગ, શાઓમી, રિયલમી અને ગૂગલ હાર્ડવેર ડિવાઈસ આઈડેન્ટિફાયર જેવા સિરિયલ નંબર અને એડ આઈડેન્ટિટીના ડેટાને સ્ટોર કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે યુઝર્સની એડ આઈડેન્ટિટીને રિસેટ કર્યા પછી પણ નવી આઈડેન્ટિફાયર વેલ્યુ તે જ ડિવાઈસની સાથે આપોઆપ કનેક્ટ થઈ જાય છે.

સંશોધકે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ એક પ્રકારની ઈકોસિસ્ટમ પણ હોય શકે છે જેમાં ફોનમાંથી ડેટાને વિવિધ કંપનીઓને મોકલવામાં આવે છે.