JIOના ગ્રાહકો વધ્યા:ફેબ્રુઆરીમાં કંપનીના 24.3 લાખ એક્ટિવ સબસ્ક્રાઈબર્સ, બ્રોડબેન્ડ ગ્રાહકો 10 લાખને પાર પહોંચ્યા

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે ટેલિકોમ નિયામક TRAIએ મોબાઈલ ગ્રાહકોના ડેટા જાહેર કર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAI દર મહિને એક્ટિવ મોબાઈલ સબસ્ક્રાઇબર્સ એટલે કે વિઝિટર લોકેશન રજિસ્ટર (VLR) આધારિત ગ્રાહકોનો ડેટા જાહેર કરે છે. આ તે ગ્રાહકો છે કે, જે મોબાઇલ ફોન નેટવર્કનો ઉપયોગ વધુ પડતો કરે છે. TRAIના આંકડા મુજબ ફેબ્રુઆરી,2022માં મધ્યપ્રદેશ-છત્તીસગઢ સર્કલમાં કુલ 6.9 કરોડ એક્ટિવ મોબાઈલ ગ્રાહકો છે. આ સર્કલમાં ફેબ્રુઆરી 2022માં કુલ 24 લાખ નવા એક્ટિવ ગ્રાહકો ઉમેરાયા છે.

JIOએ 50.4 ટકા બજાર પર કબ્જો જમાવ્યો
જો માર્કેટ શેરની વાત કરીએ તો JIOએ મધ્યપ્રદેશ-છત્તીસગઢ સર્કલમાં 50.4 ટકા માર્કેટ પર કબ્જો કરી લીધો છે. આ સિવાય બજારમાં વોડાફોન-આઈડિયાની ભાગીદારી 24.2 ટકા, એરટેલની 21.4 ટકા અને BSNLની 4 ટકા છે.

JIOમાં 24.3 લાખ નવા એક્ટિવ ગ્રાહકો ઉમેરાયા
TRAI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ફેબ્રુઆરી,2022માં JIOમાં મધ્યપ્રદેશ-છત્તીસગઢ સર્કલમાં 24.3 લાખ એક્ટિવ ગ્રાહકો ઉમેરાયા હતા. આ સર્કલમાં JIOના એક્ટિવ ગ્રાહકોની સંખ્યા 3.48 કરોડ સુધી પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીમાં એરટેલના 30,000 એક્ટિવ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ ઘટીને 1.47 કરોડ થઈ ગયા છે. વોડાફોન-આઈડિયાના 1 લાખ એક્ટિવ ગ્રાહકો પણ ઘટીને 1.66 કરોડ થઈ ગયા છે. તે જ સમયે સરકારી BSNLમાં ફેબ્રુઆરીમાં 92,000 એક્ટિવ મોબાઇલ ગ્રાહકોને વધારીને કુલ 27.9 લાખ ગ્રાહકો થઈ ગયા છે.

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ 10 લાખને પાર
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં વાઈરલાઈન બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. આ સર્કલમાં કુલ 10.12 લાખ વાયરલાઈન બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે. રિલાયન્સ જિયોએ હવે બ્રોડબેન્ડ અને વાયરલાઈન કનેક્શનમાં એરટેલને પણ પાછળ છોડી દીધું છે. જિયો એ વાયરલાઈન બ્રોડબેન્ડ કનેક્શનના મામલે મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં પહેલા સ્થાન પર પહોંચી ગયું છે. ફેબ્રુઆરીમાં આ કંપનીએ 17.6 હજાર જિયો ફાઇબર કનેક્શન ઉમેર્યા છે અને હાલ JIOના કુલ 3.51 લાખ ફાઇબર સબસ્ક્રાઇબર્સ છે. બીજી તરફ એરટેલે ફેબ્રુઆરીમાં 5.3 હજાર ગ્રાહકો ઉમેરીને 3.50 લાખ ગ્રાહકો સાથે બીજા સ્થાન પર છે.