ફેસબુકની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ:કંપની ટૂંક સમયમાં Shopify ઈ-કોમર્સ સાથે શરૂઆત કરશે, ઓનલાઈન બિઝનેસમાં મદદ મળશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા કંપની ફેસબુક તેની પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. હવે તેની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મથી થશે. ફેસબુક પેની શરૂઆત કંપની ઈ કોમર્સ પ્લેટફોર્મ Shopifyથી કરશે. હાલ ફેસબુક પે સિસ્ટમ તેના મુખ્ય પ્લેટફોર્મ, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર મળી રહી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટથી અમેરિકામાં બિઝનેસ કરવા માટે જે ફેસબુક પે સિસ્ટમ ઉપયોગ કરે છે તે પોતાની વેબસાઈટ પર સીધું પેમેન્ટ કરી શકે છે. તેથી હવે ગ્રાહકોએ પોતાના પેમેન્ટની માહિતી દર વખતે આપવાની જરૂર નહિ રહે. તેનાથી પેમેન્ટ કરવાની સ્પીડ વધી જશે.

Shopify સાથે શરૂઆત
ફેસબુકે કહ્યું કે કંપની નવી સર્વિસની શરૂઆત Shopifyથી કરવા જઈ રહી છે. આગામી સમયમાં પેમેન્ટ કરનારા અન્ય પ્લેટફોર્મને પણ જોડવામાં આવશે. લોકો ફેસબુક પેનો ઉપયોગ પહેલાંથી જ ફેસબુક એપ પર પૈસા મોકલવા, ખરીદદારી કરવા અને દાન કરવા સહિતના કામ માટે કરી રહ્યા છે.

બિઝનેસમાં મદદ મળશે
કંપનીએ કહ્યું કે, ફેસબુક પે ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરી મોબાઈલ ફ્રેન્ડલી કરી બિઝનેસ વધારવામાં મદદ કરે છે. તેમાં પેમેન્ટ ડિટેલ્સ ઈન્ક્રિપ્ટેડ અને સિક્યોર રીતે સ્ટોર કરવામાં આવે છે. તેમાં ગ્રાહકોના કાર્ડ અથવા બેંક અકાઉન્ટ નંબરની જરૂર હોતી નથી.

ગયા વર્ષે QR કોડ પેમેન્ટ સુવિધા શરૂ કરી હતી
Shopifyએ ફેબ્રુઆરીમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચેકઆઉટ અને પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ 'શૉપ પે' લાવા માટે ફેસબુક સાથે પાર્ટનરશિપ કરી હતી. ફેસબુકે ગયા મહિને અમેરિકામાં મેસેન્જર યુઝર્સ માટે QR કોડ અને પેમેન્ટ લિંકની સુવિધા શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...