મોબાઈલ બનાવતી કંપની બ્લેકબેરીના ફેન્સ માટે ખુશખબરી છે. કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, તે ટૂંક સમયમાં 5G સપોર્ટની સાથે નવો બ્લેકબેકી ફોન લાવશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બ્લેકબેરી 5G સ્માર્ટફોન વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવશે, પરંતુ આવું થયું નહીં. નવા વર્ષની શરૂઆતની સાથે જ કંપનીએ બ્લેકબેરી 10 OS અથવા તેના પહેલાંના વર્ઝન પર તમામ ક્લાસિક સ્માર્ટફોનનો સપોર્ટ બંધ કરી દીધો હતો. જેના પછી બ્લેકબેરી સ્માર્ટફોન કંપની બંધ થવાના સમાચાર આવી રહ્યા હતા.
કીબોર્ડની સાથે લોન્ચ થશે
બ્લેકબેરીએ ઓનવર્ડ મોબિલિટી પોતાના લેટેસ્ટ બ્લોગમાં પોસ્ટ દ્વારા ફેન્સને જાણકારી આપી છે કે બ્લેકબેરીનો અંત હજુ આવ્યો નથી. તે ઉપરાંત કંપનીએ જણાવ્યું છે કે, બ્લેકબેરી ફોન 5G કનેક્ટિવિટીની સાથે વર્ષ 2022માં લોન્ચ કરવામાં આવશે. જો કે, આ ફોન કીબોર્ડની સાથે જ લોન્ચ થશે.
2021માં લોન્ચ થવાના સમાચાર હતા
બ્લેકબેરી 5G ફોનને વર્ષ 2021માં લોન્ચ ન કરવા વિશે કંપનીએ જણાવ્યું છે કે, વર્ષ 2021 કંપની માટે ઘણું ચેલેન્જિંગ સાબિત થયું, જેના કારણે કંપની નવો ફોન લોન્ચ ન કરી શકી. પરંતુ જે લોકોને લાગી રહ્યું હતું કે આ બ્લેકબેરીનો અંત છે, કંપનીએ તેના નવા બ્લોગ-પોસ્ટ દ્વારા તે તમામ અટકળોનો અંત લાવી દીધો છે.
ફોનના સ્પેસિફિકેશનની જાણકારી નથી
કંપનીએ જાણકારી આપી છે કે નવો 5G-રેડી બ્લેકબેરી ફોનને જરૂરથી લોન્ચ કરવામાં આવશે. આ ફોન કીબોર્ડની સાથે લોન્ચ કરવામાં આવશે. જો કે, અત્યારે ફોનનું નામ અને સ્પેસિફિકેશન વિશે કંપનીએ કોઈ પ્રકારની જાણકારી નથી આપી. ઉલ્લેખનીય છે કે બ્લેકબેરી ફોન બ્રાન્ડે વર્ષ 2021માં તે તમામ ક્લાસિક સ્માર્ટફોન્સનો સપોર્ટ બંધ કરી દીધો છે, જે BB10 OS અને તેના જૂના વર્ઝન પર કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.