PUBG લવર્સ માટે હાલ દિવાળી જેવો ઉત્સવ શરૂ થયો છે. PUBG મેકર ક્રાફ્ટન કંપનીએ PGC (PUBG ગ્લોબલ ચેમ્પિયનશિપ)ની જાહેરાત કરી છે. આજે શુક્રવારે સવારે 9:10 વાગ્યાથી આ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. તે 19 ડિસેમ્બર સુધી ચાલશે. કંપનીની યુટ્યુબ ચેનલ અને ટ્વિટર સહિત ઘણી વેબસાઈટ પર તેની મજા માણી શકાશે.
32 ટીમ માટે આશરે 13.81 કરોડ રૂપિયાનું ઈનામ
PGCમાં દુનિયાભરની 32 ટીમ સામેલ થશે. તમામ 32 ટીમને 1860000 ડોલર (આશરે 13.81 કરોડ રૂપિયા)નું ઈનામ મળશે. અલગ અલગ રેન્કિંગ પ્રમાણે ટીમને ઈનામ મળશે.
PGCનું ફાઈનલ 3 દિવસ સુધી ચાલશે. દરરોજ 5 મેચ રમાશે. પ્રાઈઝ જીતનાર તમામ ટીમ મેમ્બર્સને કોરિયાના ઈંચિયોનની પેરાડાઈઝ સિટીની યાત્રા કરાવાશે. કોરોના વાઈરસને કારણે 2020ની ફાઈનલ મેચ રદ્દ થઈ હતી.
રેફરી દરેક પ્લેયર પર ચાંપતી નજર રાખશે
આ વખતની ટુર્નામેન્ટમાં અલગ ફોર્મેટ હશે. PGC 2021 એક લેન/ઓનલાઈન હાઈબ્રિડ સિસ્ટમ પર કામ કરશે. તેમાં 5 ચીનની ટીમ હશે. ગેમનું આયોજન વર્ચ્યુઅલ વીઝા ઈશ્યુને કારણે થયું છે. ઓફિશિયલ ઈસ્પોર્ટ્સ રેફરી ટુર્નામેન્ટ પર નજર રાખશે.
ઓછાં રેન્કિંગવાળી ટીમને 7 લાખ રૂપિયા
ટુર્નામેન્ટમાં સૌથી વધુ લડાકુ ટીમના પ્લેયરને 10000 ડોલર (આશરે 7.44 લાખ રૂપિયા) અને ટીમને 20,000 ડોલર (આશરે 14.87 લાખ રૂપિયા) મળશે. સૌથી ઓછાં રેન્કિંગ ધરાવતી ટીમને 10000 ડોલર (આશરે 7.44 લાખ રૂપિયા) મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.