ગૂગલ, ટ્વિટર, મેટા, એમેઝોન જેવી કંપનીઓએ છટણી કર્યા બાદ વધુ એક ટેક કંપનીએ પણ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવતી કંપની હેવલેટ પેકાર્ડ એટલે કે HP ઇંક લગભગ 6,000 લોકોની છટણી કરી શકે છે. આ તેના કુલ કર્મચારીઓના લગભગ 12% છે. HPમાં હાલ 50,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જો કે, કંપનીની છટણી યોજના 2025 સુધીમાં પૂર્ણ થવાની છે.
HPએ આ જાહેરાત તેના FY2022નાં ફુલ રિપોર્ટ દરમિયાન આ જાહેરાત કરી હતી. કોરોના મહામારી દરમિયાન પીસી અને લેપટોપ સેગમેન્ટમાં જોરદાર તેજી જોવા મળી હતી. પરંતું હવે વેચાણમાં ઘટાડો થયો છે જેના કારણે HPએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘવારી અને વૈશ્વિક બજારમાં મંદીની ચિંતા પણ નોકરીમાં છટણીનું એક કારણ હોઈ શકે છે.
દર વર્ષે આવકમાં 0.8%નો ઘટાડો
તો કંપની HPએ જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં આવક 0.8% ઘટીને 14.80 બિલિયન ડોલર થઈ છે. પર્સનલ સિસ્ટમ્સ સેગમેન્ટમાં આવક, જેમાં PC નો સમાવેશ થાય છે, તે 13% ઘટીને 10.3 બિલિયન ડોલર થઈ છે. પ્રિન્ટિંગ આવક 7% ઘટીને 4.5 બિલિયન ડોલર થઈ છે.
ટ્વિટર, મેટા, અમેઝોનમાં પણ છટણી
HP પહેલાં ટ્વિટરે તેના લગભગ 50% કર્મચારીઓને છૂટા કર્યા છે, જ્યારે મેટાએ તેના ઇતિહાસમાં સૌથી મોટી છટણીમાં 11,000 લોકોને છૂટા કર્યા છે. તે જ ન્યૂયોર્ક ટાઇમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, એમેઝોનમાં પણ 10,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. એમેઝોને જ માહિતી આપી છે કે, આ છટણી આવતા વર્ષ સુધી ચાલુ રહેશે.
ગુગલમાં પણ કરવામાં આવશે છટણી
તો થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 10,000 કર્મચારીની છટણી કરી શકે છે. ઇન્ફોર્મેશનના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બજારની સ્થિતિ અને ખર્ચમાં કાપને કારણે છટણી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, ગૂગલ મેનેજર્સને 'અંડર પરફોર્મિંગ' કર્મચારીઓનું વિશ્લેષણ અને રેન્કિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મંદી અને જોબનું કનેકશન
તો મંદીની શરૂઆતમાં કંપનીઓને ઓછી માગ, ઘટતો નફો અને ઊંચા દેવાનો સામનો કરી રહી છે, ઘણી કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કરે છે. વધતી જતી બેરોજગારી એ મંદીનો એક ભાગ છે. મંદીમાં ગ્રાહકો ઓછો ખર્ચ કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદન પણ ધીમું પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.