તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમસંગનો ફોલ્ડેબલ ફોન સસ્તો થયો:કંપનીએ ગેલેક્સી Z ફોલ્ડ 2ની કિંમતમાં ઘટાડો કર્યો, ગત મહિને ફ્લિપ 5G સ્માર્ટફોન સસ્તો કર્યો હતો

એક મહિનો પહેલા

ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં હવે શાઓમીની એન્ટ્રી થઈ ચૂકી છે. પહેલાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, તેની સીધી ટક્કર સેમસંગ ફોલ્ડ સાથે થશે. આવી સ્થિતિમાં હવે સેમસંગે તેના ફોલ્ડ 2 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ગેલેક્સી Z ફોલ્ડ 2 5G ફોનની એક્સ-ફેક્ટરી કિંમત 2125 ડોલર (લગભગ 1,55,700 રૂપિયા) હતી, જે ઘટીને 1675 ડોલર (લગભગ 1,22,700 રૂપિયા) કરવામાં આવી છે.

ગત મહિને સેમસંગે ગેલેક્સી Z ફ્લિપ 5G જે ક્લેમ્શેલ-ટાઈપ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, તેની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. કંપનીએ તેની કિંમત 1463 ડોલર (લગભગ 1,07,200 રૂપિયા)થી ઘટાડીને 1196 ડોલર (લગભગ 87,600 રૂપિયા) કરી દીધી છે.

પ્રોડક્ટને વિસ્તૃત કરવાની યોજના
યોનહાપના રિપોર્ટના અનુસાર, ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, સેમસંગ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરીને તેની પ્રોડક્ટને વિસ્તૃત કરવા માગે છે. તે ઉપરાંત વધુ લોકો સુધી આ સ્માર્ટફોનને પહોંચાડવા માગે છે. સેમસંગ વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, તે ઓછી કિંમતના ટેગની સાથે નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન મોડેલ જાહેર કરશે.

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2 5Gના સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.2 ઈંચની ઇન્ફીનિટી-ઓ કવર સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. જે અનફોલ્ડ થયા બાદ 7.6 ઈંચની સ્ક્રીનમાં કન્વર્ટ થઈ જાય છે. ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ વન UI 2.5 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
  • તેમાં ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 12GB રેમ અને 256GB સ્ટોરેજ કોમ્બિનેશનની સાથે આવે છે. ફોનને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ખરીદી શકાય છે.
  • સ્માર્ટફોનમાં 5 કેમેરા આપવામાં આવ્યા છે. તેના રિઅર પેનલમાં 12MP (મેગાપિક્સલ)ના ત્રણ કેમેરા છે. તેમાં એક અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, બીજો વાઈડ એંગલ લેન્સ, અને ત્રીજો ટેલીફોટો લેન્સ છે.
  • સેલ્ફીના આઉટર ડિસ્પ્લેમાં 10MPના ઈનર ડિસ્પ્લેમાં 10MPનો કેમેરા આપવામાં આવ્યો છે. એટલે કે સેલ્ફી લેવા માટે ફોનને અનફોલ્ડ કરવાની જરૂર નથી. ફોનમાં ઘણા કેમેરા મોડ્સ પણ આપવામાં આવ્યા છે, જેમાં પ્રો વીડિયો મોડ, સિંગલ ટેક, બ્રાઈટ નાઈટ એન્ડ નાઈટ મોડ સામેલ છે.
  • ફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગની સાથે વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવર શેરને સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો