વ્હોટ્સએપને 12 વર્ષ પૂરા થયા:કંપનીએ કહ્યું કે, યુઝર્સ દર મહિને 10 હજાર કરોડ મેસેજ અને 100 કરોડથી વધારે કોલ કરે છે

2 વર્ષ પહેલા

વ્હોટ્સએપે તેની સર્વિસિસના 12 વર્ષ પૂરા કર્યા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, બે અબજ (200 કરોડ)થી વધારે યુઝર દર મહિને 100 અબજ (10 હજાર કરોડ) મેસેજ અને એક અબજ (100 કરોડ)થી વધારે કોલ કરે છે. ફેસબુક પાસે હવે વ્હોટ્સએપની માલિકી છે. તેને 2009માં જૈન કૌમે લોન્ચ કર્યું હતું.

ફેસબુકે ફેબ્રુઆરી 2014માં 19 અબજ ડોલર (લગભગ 114,000 કરોડ રૂપિયા)માં વ્હોટ્સએપ રીદી લીધું હતું. ફેસબુકની સાથે પ્રાઈવસીને લઈને જૈન કૌમ અને બ્રાઈન એક્ટને કંપનીને છોડી દીધી હતી. જો કે, પોતાની નવી પોલિસીને લઈને વિવાદોમાં રહેનાર વ્હોટ્સએપનું કહેવું છે કે, અમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે તમારી પ્રાઈવસી માટે હંમેશાં પ્રતિબદ્ધ રહીશું.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
કંપનીએ પોલિસીમાં કહ્યું હતું કે, યુઝર્સને આ પોલિસી અગ્રી કરવી પડશે. તે 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થઈ ગઈ છે. આ તારીખ બાદ તેને અગ્રી કરવી જરૂરી રહેશે. જો અગ્રી કરવામાં નહીં આવે તો તમે અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકો. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. તેમાં લખ્યું છે કે, અમારી સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપનું જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છો, કંપની તેનો ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

જ્યારે કંપનીની પોલિસીનો વિરોધ શરૂ થયો ત્યારે તેને આ પોલિસીને સમજવા માટે નવું પ્લાનિંગ શરૂ કર્યું. તેને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, યુઝર અને તેમની પ્રાઈવસીની વચ્ચે કંઈ નહીં આવે. બિઝનેસની સાથે મેસેજિંગ ઓપ્શન હશે. તમામ વસ્તુઓ તમારા કંટ્રોલમાં હશે. આ અંગે કંપની એક નાના બેનરનો ઉપયોગ કરી રહી છે. તે ચેટ લિસ્ટના ટોપ પર દેખાશે. નવી પોલિસી 15 મેથી લાગુ થશે. કંપનીએ બેનરમાં લખ્યું...

  • અમે તમારી પ્રાઈવેસીને લઈને હંમેશાં માટે કમિટેડ છીએ.
  • ફ્રેન્ડ્સ અને ફેમિલી સંબંધિત પર્સનલ મેસેજ કોઈ જોઈ નહીં શકે. વ્હોટ્સએપ પણ નહીં.
  • આ અપડેટ વ્હોટ્સએપ પર બિઝનેસિસ અને ગ્રાહકોની વચ્ચે મેસેજની જાણકારી આપશે.
  • અમારી પોલિસી 15મેથી લાગુ થશે, તેને જાણવા માટે તમને ઘણો સમય મળ્યો છે.