ટૂંક સમયમાં જિયોનો સસ્તો 5G સ્માર્ટફોન:કંપનીએ કહ્યું કે તે તેના પર કામ કરી રહી છે, અપેક્ષિત કિંમત 12000 રૂપિયા સુધી, જાણો કયા ફીચર્સ મળશે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જ પોતાનો નવો ફોન ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, તે તેના પર કામ કરી રહી છે પરંતુ હજુ સુધી ફોનની લોન્ચિંગ ડેટ જણાવી નથી. ગત વર્ષે 2021માં રિલાયન્સ જિયોએ ગૂગલનાં સહયોગથી જિયો ફોન નેક્સ્ટ 4G ફોન લોન્ચ કર્યો હતો. દેશમાં 5G લાવવાની પહેલ પર હવે ઝડપથી કામ થઈ રહ્યું છે, તેથી કંપની હવે સસ્તો 5G ફોન લાવવામાં લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, જિયોએ 15 ઓગષ્ટથી 5G શરૂ કરવાની જાહેરાત કરી છે.

5Gનો સૌથી સસ્તો વિકલ્પ હોઈ શકે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જિયો ફોન 5G આ વર્ષનાં અંતમાં લોન્ચ થઈ શકે છે. જો ફોનની અપેક્ષિત કિંમતની વાત કરવામાં આવે તો તે 12,000 રૂપિયા હોઈ શકે છે. 5G સેગમેન્ટમાં જિયો ફોન 5G સૌથી સસ્તો વિકલ્પ બની શકે છે. આ સાથે જ એક અન્ય રિપોર્ટ સામે આવ્યો છે કે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફોનની કિંમત 2,500 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જો કે, 5G સ્માર્ટફોનની કિંમત આટલી ઓછી છે, તે વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આ કિંમતને જિયો ફોન 5Gનાં ડાઉન પેમેન્ટ તરીકે ગણી શકાય. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે, કે આ ફોન સાથે બંડલ ડેટા અને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ મળી શકે છે.

જિયો ફોન 5G:અપેક્ષિત ફીચર્સ

  • જિયો ફોન 5Gમાં 6.5 ઈંચની HD+ IPS LCD ડિસ્પ્લે હોવાની આશા છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 1600x720 હોઈ શકે છે.
  • આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 480 5G SOCથી સજ્જ હોઈ શકે. તેમાં 4GB રેમ અને 32GB સ્ટોરેજ પણ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવે તેવી આશા છે.
  • તેનું પહેલું સેન્સર 13MPનું છે. આ સાથે જ 2MPનો મેક્રો લેન્સ પણ આપવામાં આવશે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 8MPનું સેન્સર આપવામાં આવ્યું છે.
  • જિયો ફોન 5Gમાં જિયો ફોન નેક્સ્ટ 4Gમાં છે, તે જ OS હોવાની આશા છે. આ OS ગૂગલ સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી છે.