• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Company Said In A Statement That The "waiting Period For The Deal Is Over" And That It Would Now Have To Pay 1 Billion In Fines.

ટ્વિટર ડીલમાં ફસાયા ઈલોન મસ્ક:કંપનીએ કહ્યું- 'ડીલનો વેઇટિંગ પીરિયડ પૂરો થઈ ગયો', શું હવે તેમને 1 અબજ ડોલરનો દંડ ભરવો પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્વિટરે શુક્રવારે જણાવ્યું હતું કે, ઈલોન મસ્કના 44 અબજ ડોલરના ટ્વિટર ખરીદી સોદાનો વેઇટિંગ પીરિયડ HSR ઍક્ટ મુજબ સમાપ્ત થઈ ગયો છે. હવે ફક્ત ટ્વિટરના સ્ટોક હોલ્ડ અને રેગ્યુલેટરી ઓથોરિટીને મંજૂરી આપવાની બાકી છે. દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન ઈલોન મસ્કે હાલમાં જ ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. ટ્વિટર ખરીદવાની ઓફર કર્યાના થોડા દિવસો પછી ઈલોન મસ્કે આ સોદાને 'અસ્થાયી હોલ્ડ' પર મૂક્યો હતો, કારણકે તે ટ્વિટર વિશે વધુ માહિતી માંગતો હતો. તેમાં ફેક એકાઉન્ટનો મુદ્દો પણ સામેલ હતો.

શું છે HSR ઍક્ટ?
HSR ઍક્ટ અમેરિકામાં મોટી રકમના સોદા માટે કામ કરે છે. HSRનું સંપૂર્ણ સ્વરૂપ હાર્ટ-સ્કોટ-રોડિનો એન્ટિટ્રસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ્સ (Hart-Scott-Rodino Antitrust Improvements) ઍક્ટ છે. આ અંતર્ગત જ્યારે પણ કોઈ કંપની અબજો ડોલર એટલે કે મોટી રકમ સાથે સોદો કરે છે ત્યારે સંબંધિત પક્ષકારોએ સમીક્ષા માટે ફેડરલ ટ્રેડ કમિશન અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ટિટ્રસ્ટ ડિવિઝનને જાણ કરવી પડે છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ઓફર કરી હતી. આમાંથી 33.5 અબજ ડોલર ઇક્વિટી શેરની કિંમત તરીકે આપવાના છે, જ્યારે 13 અબજ ડોલરની લોન ટ્વિટરના નામે આપવાની છે.

મસ્કે શરત મૂકી હતી
મસ્કે જણાવ્યું હતું કે, તેમણે ટ્વિટર ખરીદવાની જે ઓફર કરી હતી તે ટ્વિટરના ગ્રાહકોની વાસ્તવિક સંખ્યા પર આધારિત હતી અને જ્યાં સુધી 5 ટકાથી ઓછા એકાઉન્ટ્સ ફેક હોવાના પુરાવા ના મળે ત્યાં સુધી તે આ સોદા સાથે આગળ વધશે નહીં. જોકે, બાદમાં મસ્કે સ્પષ્ટતા કરી હતી કે તે હજુ પણ ટ્વિટર ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. જો ઈલોન મસ્ક પોતે આ સોદામાંથી ખસી જાય તો તેને 1 અબજ ડોલરનો દંડ થઈ શકે છે. આ અંગે કંપની અને તેમની વચ્ચે એક કરાર થયો છે, જેમાં સોદો રદ કરનાર પક્ષને દંડ પેટે 1 અબજ ડોલર ચૂકવવા પડશે.