તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા ‘સિક્યોર’ મેસેજ વંચાય છે:કંપની રોજના લાખો યુઝર્સનું કન્ટેન્ટ રિવ્યૂ કરે છે, દુનિયાભરમાં 1000થી વધારે કોન્ટ્રાકટ રિવ્યૂઅર કામ કરે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોનપ્રોફિટ ન્યૂઝરૂમ પ્રોપબ્લિકાએ આ દાવો કર્યો છે
  • પ્રોપબ્લિકાનો દાવો પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ રીટ્વીટ કર્યો છે

જો ફેસબુક કંપની એમ કહેતી હોય કે, અમે તમારા વ્હોટ્સએપ મેસેજ વાંચતા નથી તો આ એક સફેદ જૂઠ્ઠાણું છે. તે ખોટા કન્ટેન્ટ પર નજર રાખવા માટે આ કામ કરે છે અને આ માટે તેણે આખી દુનિયામાં 1000થી વધારે કોન્ટ્રાક્ટ વર્કર રાખ્યા છે. આવો દાવો પુલિત્ઝર એવોર્ડ જીતનારા નોનપ્રોફિટ ન્યૂઝરૂમ પ્રોપબ્લિકા(ProPublica)એ કર્યો છે. આ દાવાને પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ રીટ્વીટ કર્યો છે.

પ્રાઇવેટ મેસેજ સ્પેશિયલ સોફ્ટવેરથી વંચાય છે, AI થી સ્ક્રીનિંગ થાય છે
પ્રોપબ્લિકાના જણાવ્યા પ્રમાણે, તમારા અને મારા વ્હોટ્સએપ મેસેજ પર નજર રાખતા ફેસબુક(વ્હોટ્સએપની પેરેન્ટ કંપની)ના આ વર્કર્સ ઑસ્ટિન, ટેક્સાસ, ડબ્લિન અને સિંગાપોરની ઓફિસમાં કામ કરે છે. તેઓ પ્રોફેશનલ ફેસબુકના સ્પેશિયલ સોફ્ટવેરની મદદથી રોજ લાખો યુઝર્સનું કન્ટેન્ટ એટલે કે પ્રાઇવેટ મેસેજ, ઇમેજ અને વીડિયો જુએ છે અને આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ સિસ્ટમની મદદથી સ્ક્રીનિંગ કરે છે.

ચાઈલ્ડ પોર્ન કે આતંકી કાવતરાના દાવા પર મિનિટોમાં નિર્ણય લે છે
આ એ કન્ટેન્ટ છે જેને વ્હોટ્સએપ યુઝર્સ બિનઉપયોગી કહી રિપોર્ટ કરે છે. કોન્ટ્રાક્ટર તેમની સ્ક્રીન પર દેખાતા ફ્રોડ, સ્પૅમ, ચાઈલ્ડ પોર્ન કે પછી આતંકી કાવતરાના દાવાને લઈને 1 મિનિટથી પણ ઓછા સમયમાં નક્કી કરે છે કે આ શું છે. આ બધું તેમના બોસ માર્ક ઝકરબર્ગના સ્ટેટમેન્ટથી એકદમ અલગ છે. વર્ષ 2018માં યુનાઈટેડ સ્ટેટ્સ સીનેટમાં કહ્યું હતું કે, કંપની વ્હોટ્સએપ યુઝર્સના કન્ટેન્ટને જોતી નથી. આ એન્ડ ટુ એન્ડ સિક્યોર હોય છે. એટલે કે એકવાર કન્ટેન્ટ મોકલ્યા પછી વચ્ચે હોઈ જોઈ શકતું નથી.

વ્હોટ્સએપનો મિસયુઝ કરનારા લોકો માટે મેસેજ ચેક કરવામાં આવે છે
માર્ક ઝકરબર્ગના કહ્યા પ્રમાણે, વ્હોટ્સએપના મેસેજ સિક્યોર હોય છે, કંપની ક્યારેય તે જોઈ શકતી નથી. વર્ષ 2019માં ફેસબુકનું પ્રાઇવસી ફોક્સ્ડ વિઝનમાં કહ્યું હતું કે, અમે વ્હોટ્સએપનું સિગ્નેચર ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરમાં અપ્લાય કરવા ઇચ્છીએ છીએ. વ્હોટ્સએપના કમ્યુનિકેશન ડિરેક્ટર કાર્લ વૂગે કહ્યું કે, કોન્ટ્રાક્ટર્સની ટીમ વ્હોટ્સએપના મેસેજ પ્રોડક્ટ/સર્વિસનો દુરુપયોગ કરનારાને ઓળખવા માટે વાંચે છે.

અન્ય સમાચારો પણ છે...