ચીની કંપની શાઓમીના ગ્રાહકો માટે ખરાબ સમાચાર:કંપનીએ ભારતમાં Mi પે અને Mi ક્રેડિટ એપને પ્લે સ્ટોરમાંથી હટાવી, પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરની સુવિધા બંધ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાઈનીઝ કંપની અને જાણીતી સ્માર્ટફોન મેકર શાઓમીએ ભારતમાં પોતાની ફાઇનાન્શિયલ સર્વિસ ચાર વર્ષ બાદ બંધ કરી દીધી છે. આ જાણકારી શાઓમી ઇન્ડિયાના પ્રવક્તાએ શુક્રવારે આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન્યુઅલ સ્ટ્રેટેજિક એસેસમેન્ટ એક્ટિવિટીના ભાગરૂપે અને અમારા કોર બિઝનેસ સર્વિસ પર ફોક્સ કરવા માટે અમે MI ફાઇનાન્શિયલ સર્વિસ બંધ કરી દીધી છે.

Mi પેથી પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરની સુવિધા મળતી હતી
શાઓમી કંપની Mi Pay એપ દ્વારા યુઝર્સને બિલ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરની સુવિધા આપવામાં આવતી હતી. હવે એને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની વેબસાઈટ પર થર્ડ પાર્ટી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એપ્સની યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. Xiaomiએ સ્થાનિક પ્લે સ્ટોર અને તેના એપ સ્ટોર બંને પરથી તેની એપ્સ Mi ક્રેડિટ અને Mi પે કાઢી નાખી છે. એપ્સ યુઝર્સને તરત લોનથી સુવિધા આપતી હતી.

ટેક્સની ઘટનાની કરવામાં આવી રહી છે તપાસ
શાઓમીનું ચીનની બહારનું મજબૂત માર્કેટ ભારતમાં છે. કંપનીની ટેક્સ સાથે જોડાયેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં ફેડરલ ફાઇનાન્શિયલ ક્રાઇમ એજન્સીએ Xiaomiની 676 મિલિયન ડોલરની સંપત્તિને ફ્રીઝ કરી દીધી છે. કંપની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોયલ્ટીની ચુકવણીના રૂપમાં વિદેશી સંસ્થાઓને ગેરકાયદે રીતે નાણાં મોકલવામાં આવ્યાં હતાં. જોકે ચાઈનીઝ સ્માર્ટફોને કોઈપણ પ્રકારની ગેરરીતિનો કર્યાનો ઈનકાર કર્યો હતો.

ચીની કંપનીઓની ભારતમાં મુશ્કેલી વધી
2020માં બોર્ડર પર રમખાણ બાદ રાજનીતિ તણાવને કારણે ઘણી ચીની કંપનીઓને ભારતમાં ધંધો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ભારત સરકારે એ સમયે સુરક્ષાની ચિંતાનું કારણ દર્શાવીને 300થી વધુ ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાડી દીધો હતો, જેમાં ટિક્ટોક સહિત અનેક એપ હતી. તો એ સમયે ભારતમાં રોકાણ કરતી ચીની કંપનીઓ માટે પણ નિયમો આકરા કરી દીધા છે.