તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • The Company May Launch A New 4K TV At This Month's Event, And The Selling Date For The IPad Pro And IMac Will Also Be Announced.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપલ ઈવેન્ટ:આ મહિને યોજાનારી ઈવેન્ટમાં કંપની નવું 4K ટીવી લોન્ચ કરી શકે છે, આઈપેડ પ્રો અને આઈમેકની સેલિંગ ડેટ પણ જાહેર થશે

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપકમિંગ ટીવીમાં રિવાઈઝ્ડ ટીવી રિમોટ લોન્ચ થશે
 • 21મેની ઈવેન્ટમાં કંપની આઈપેડ પ્રો સહિતની પ્રોડક્ટની સેલિંગ ડેટ પણ જાહેર કરી શકે છે

એપલે થોડાક દિવસ અગાઉ સ્પ્રિંગ લોડેડ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં નવા આઈફોન પ્રો સાથે અનેક પ્રોડક્ટ લોન્ચ કરી હતી. તેમાં આઈફોન 12 સિરીઝના પર્પલ વેરિઅન્ટ, એપલ એરટેગ્સ અને નવું આઈમેક સામેલ છે. હવે કંપની એપલ ટીવી 4Kનાં લોન્ચિંગની તૈયારીમાં છે. ટેક ટિપ્સ્ટર જોન પ્રોસેરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે 21મે એ એપલ નવું 4K અને નવું આઈપેડ પ્રો લોન્ચ કરી શકે છે. આ ટીવી રિવાઈઝ્ડ સિરી રિમોટ સાથે લોન્ચ થઈ શકે છે.

આ લોન્ચિંગ ઈવેન્ટની ડેટ બ્રિટનના રિટેલર જોન લેવિસને મળેલી માહિતી પરથી સામે આવી છે. 21મે એ તેણે નવું આઈમેક અને આઈપેડ પ્રો અવેલેબલ હોવાનો ખુલાસો કર્યો હતો. આ જ દિવસે કંપની એપલ 4K ટીવી પણ લોન્ચ કરી શકે છે.

આઇપેડ પ્રોની કિંમત (ભારત)

મોડેલકિંમત (રૂપિયામાં)
11-ઇંચ Wi-Fi 128GB71,900
11-ઇંચ Wi-Fi + સેલ્યુલર128GB85,900
12.9-ઇંચ Wi-Fi 128GB99,900
12.9-ઇંચ Wi-Fi + સેલ્યુલર 128GB1,13,900

સિલ્વર અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટમાં આઈપેડ પ્રોની ખરીદી કરી શકાશે. તેમાં 128GB, 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યાં છે તેનું પ્રિ બુકિંગ 30 એપ્રિલથી ભારત સહિત 31 દેશોમાં શરૂ થશે.

આઈપેડ પ્રોનાં સ્પેસિફિકેશન્સ

 • આઈપેડ પ્રોને બે સ્ક્રીન સાઇઝ 11 ઇંચ અને 12.9 ઇંચમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. 12.9 ઇંચના આ મોડેલમાં લિક્વિડ રેટિના XDR મિનિ-LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2732x2048 પિક્સલ્સ છે. તે પ્રમોશન, ટ્રુ ટોન અને P3 વાઇડ કલરને સપોર્ટ કરે છે. તેમજ, 11 ઇંચના મોડેલમાં લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2388x1668 પિક્સલ છે. તે પણ પ્રમોશન, ટ્રુ ટોન અને P3 વાઇડ કલરને સપોર્ટ કરે છે. બંને મોડેલ 5G કનેક્ટિવિટી સાથે આવે છે. સેલ્યુલર મોડેલ્સ ઇ-સિમને સપોર્ટ કરશે.
 • આઈપેડ પ્રોમાં 8GB રેમ સાથે 128GB, 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ ઓપ્શન્સ હશે. તેમાં USB ટાઇપ-C પોર્ટ થંડરબોલ્ટ અને USB 4 પોર્ટ્સ આપવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, તે વાયર્ડ કનેક્શન્સ કરતાં 4 ગણી ફાસ્ટ સ્પીડ આપશે. નવું આઈપેડ પ્રો હાઈ રિઝોલ્યુશન ડિસ્પ્લે XDR પર 6K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. તેમાં Wi-Fi 6 (802.11ax) અને બ્લૂટૂથ V5 કનેક્ટિવિટી પણ મળશે.
 • નવા આઈપેડ પ્રોના ફ્રન્ટમાં 12MPનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે, જે 122-ડિગ્રી ફીલ્ડને કવર કરે છે. તેમજ, તેની બેકમાં 12MP + 10MPનું ડ્યુઅલ રિઅર કેમેરો સેટઅપ મળશે. આઈપેડ પ્રો મેજિક કી-બોર્ડ અને સેકન્ડ જનરેશન એપલ પેન્સિલને પણ સપોર્ટ કરે છે.
 • 11 ઇંચનું આઇપેડ પ્રોનું વજન મોડેલ પ્રમાણે 470 ગ્રામ સુધી છે. તેમજ, તેનું ડાયમેન્શન 247.6 x 178.5 x 5.9mm છે. બીજીબાજુ, 12.9 ઇંચના આ મોડેલનું વજન 685 ગ્રામ છે. તેનું ડાયમેન્શન 280.6 x 214.9 x 6.4mm છે. બંને 20W USB ટાઇપ-C પાવર એડપ્ટર્સને સપોર્ટ કરે છે. સંગીત પ્રેમીઓ માટે તેમાં 4 સ્પીકર્સ અને 5 સ્ટુડિયો ક્વૉલિટી માઇક્રોફોન્સ આપવામાં આવ્યા છે.

નવા આઈમેક પણ લોન્ચ
એપલે સ્પ્રિંગ લોડેડ ઈવેન્ટમાં પોતાનું નવું રીડિઝાઈન કરવામાં આવેલું આઈમેક પણ લોન્ચ કર્યું છે. તે ખાસ કરીને રિમોટ વર્કિંગ કરતા લોકો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં 24 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે જૂના મોડેલ (21.5 ઈંચ)ની તુલનામાં મોટી છે. તેમજ વીડિયો ચેટિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ માટે 1080p વેબકેમ પણ મળશે. ડિવાઈસમાં ચાર USB-C પોર્ટ્સ અને થંડરબોલ્ડ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો