• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Company Launched The RedX Family Plan, Which Includes Free Calling And Free Entry To The Airport Lounge With Unlimited Data.

Viનો નવો પોસ્ટપેડ પ્લાન:કંપનીએ રેડએક્સ ફેમિલી પ્લાન લોન્ચ કર્યો, તેમાં ફ્રી કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સાથે એરપોર્ટના લાઉન્જમાં ફ્રી એન્ટ્રી મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

Vi(વોડાફોન આઈડિયા)એ નવા મલ્ટી-કનેક્શન રેડએક્સ (RedX) ફેમિલી પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન બે અલગ અલગ પ્રાઈસ ઓપ્શન 1699 અને 2299 પ્રતિ મહિના પર લઈ શકાશે. રેડએક્સમાં અનલિમિટેડ કોલ અને અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. 1699 રૂપિયાવાળો રેડએક્સ પોસ્ટપેડ પ્લાનમાં 3 મેમ્બર્સ માટે કનેક્શન મળશે. તેમજ 2299 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં 5 મેમ્બર્સનું કનેક્શન આપવામાં આવશે.

કંપનીએ રેડએક્સ પ્લાન અંતર્ગત 1099 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કર્યો છે. જો કે, આ સિંગર યુઝર પ્લાન છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટા મળશે.

નવા રેડએક્સ પોસ્ટપેડ પ્લાનની ડિટેઈલ

  • 1699 રૂપિયાનો પ્લાનઃ આ ફેમિલી પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સાથે નેશનલ રોમિંગ ફ્રી મળશે. તેમાં અનલિમિટેડ ડેટા બેનિફિટ્સની સાથે 3000 SMS પણ મળશે. આ પોસ્ટપેડ પ્લાનની વેલિડિટી 30 દિવસની રહેશે. તેની સાથે એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ, આખા વર્ષ માટે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન, એક વર્ષનું હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, Vi મૂવી અને TV VIPનું એક્સેસ મળશે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર વર્ષમાં ચાર વખત લાઉન્જમાં એન્ટ્રી મળશે. 2999 રૂપિયાનું 7 દિવસનું ઈન્ટરનેશનલ રોમિંગ પેક મળશે. તેની સાથે USA અને કેનેડામાં 30 પૈસા પ્રિત મિનિટ, યુકેમાં 3 રૂપિયા પ્રતિ મિનિટના દરથી કોલ કરી શકાશે.
  • 2299 રૂપિયાનો પ્લાનઃ આ ફેમિલી પોસ્ટપેડ પ્લાનનો ફાયદો 5 મેમ્બર્સને મળશે. તેમાં તે બધા બેનિફિટ મળશે જે 1699 રૂપિયાવાળા પ્લાનમાં આપવામાં આવી રહ્યા છે. આ પોસ્ટપેડ રેડએક્સ પ્લાન માટે Vi છ મહિનાનો લોક-ઈન પિરિઅડ આપી રહી છે. તેનો અર્થ એ થયો કે, ગ્રાહકોને ઓછામાં ઓછા 6 મહિના માટે આ પ્લાનની સભ્યતા લેવી પડશે. જો લોક-ઈન પિરિઅડ પૂરો થતા પહેલા પ્લાનને છોડી દો તો 3000 રૂપિયાની પેનલ્ટી થશે.

Viએ પોર્ટફોલિયામાંથી કેટલાક પ્લાન પણ હટાવી દીધા
એક રિપોર્ટના અનુસાર, વોડાફોન આઈડિયા (Vi)એ તેમના પોર્ટફોલિયોમાંથી 799 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન હટાવી દીધો છે. હવે કંપની 699 રૂપિયાથી પોસ્ટપેડ પ્લાન શરૂ કરી રહી છે. તેના બેઝ પ્લાનમાં બે મેમ્બર્સને કનેક્શન મળી રહ્યું છે. કંપનીએ નવા યુઝર્સ માટે 199 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 249 રૂપિયા કરી દીધી છે.