તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એપલ વર્ચ્યુઅલ ઇવેન્ટ:કંપનીએ નવું એન્ટ્રી લેવલ ટેબ્લેટ અને આઇપેડ એર 2020 લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 22,000 રૂપિયા

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુઝર એપલ પેન્સિલથી ટેબ્લેટ પર લખ્યા બાદ તેમની હેન્ડરાઇટિંગ કોપી કરીને બીજી એપ પર ડાયરેક્ટ પોસ્ટ કરી શકશે
  • એર 2020નું સૌથી મોટું ફીચર ટચ આઇડી ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે પવર બટનમાં આપવ્યું છે, તેનાથી ટેબલેટ અનલોક પણ થશે

એપલે ગઈકાલે રાત્રે (મંગળવાર, 15 સપ્ટેમ્બર) તેની 'ટાઇમ ફાઇલ્સ' વર્ચુઅલ ઇવેન્ટમાં તેના મોસ્ટ અવટેડ આઇપેડ 8th જનરેશન અને આઇપેડ એર (2020) લોન્ચ કરી દીધાં છે. ખાસ વાત એ છે કે આઈપેડ 8th જનરેશનની પ્રારંભિક કિંમત 329 (લગભગ 24,200 રૂપિયા) છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે તેની કિંમત 299 (આશરે 22,000 રૂપિયા) રાખવામાં આવી છે. આઈપેડ લોન્ચ થવાની સાથે 8th જનરેશન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

એપલે 10 વર્ષ પહેલાં આઈપેડ લોન્ચ કર્યું હતું. ત્યારથી કંપનીએ 500 મિલિયન (50 કરોડ) આઈપેડ વેચ્યાં છે. તે દાવો કરે છે કે આઈપેડ વાપરતા 53% યુઝર્સ નવું આઈપેડ ખરીદે છે.

આઇપેડ 8th જનરેશનનાં સ્પેસિફિકેશન્સ​​​​​​​

  • આઈપેડ 8th જનરેશનમાં 10.2 ઇંચની રેટિના ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તે કંપનીનું નવું એન્ટ્રી લેવલ ટેબ્લેટ પણ બની ગયું છે. કંપનીએ તેમાં A12 બાયોનિક ચિપનો ઉપયોગ કર્યો છે. તે દાવો કરે છે કે, તે જૂનાં આઈપેડ કરતાં 40% વધુ ઝડપી છે. તેમજ, એન્ડ્રોઇડ ટેબ્લેટ કરતાં ત્રણ ગણો ઝડપી રિસ્પોન્સ આપે છે.
  • તે એપલ પેન્સિલને સપોર્ટ કરશે. જેથી, યુઝર્સ ક્રિએટિવ કામ કરી શકે. કંપની તેમાં તેની લેટેસ્ટ આઇપેડ OS 14 ઓપરેટિંગ સિસ્ટમ આપી રહી છે. આ OSની મદદથી તમને પેન્સિલથી સંબંધિત ઘણી અપડેટ્સ મળશે. આનાથી યુઝર્સ તેમની હેન્ડરાઇટિંગની કોપી કરીને તેને બીજી એપ્લિકેશન પર સીધી પેસ્ટ કરી શકશે.
  • તેમાં 8 મેગાપિક્સલનો રિઅર કેમેરા, ફેસટાઇમ HD કેમેરા, LTE સપોર્ટ, 10 કલાકની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવાં ઘણાં લેટેસ્ટ ફીચર્સ મળશે. આઈપેડમાં ફુલ સાઇઝ સ્માર્ટ કી-બોર્ડ અને હાઇ રિઝોલ્યુશન ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આઇપેડ 8th જનરેશનની કિંમત

  • 329 ડોલર (આશરે 24,200 રૂપિયા) સામાન્ય ગ્રાહકો માટે
  • 299 ડોલર (આશરે 22,000 રૂપિયા) વિદ્યાર્થીઓ માટે
  • ભારતમાં તેની પ્રારંભિક કિંમત 29,900 રૂપિયા છે.

આઇપેડ એર (2020)નાં સ્પેસિફિકેશન્સ​​​​​​​​​​​​​​

  • તેમાં 10.9 ઇંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લે સ્ક્રીન છે. આ આઇપેડની બોડી રિડિઝાઇન કરવામાં આવી છે. ત્યારબાદ તેમાં ફ્લેટ બોર્ડર આપવામાં આવી છે. આ સેકન્ડ જનરેશન એપલ પેસિંગને સપોર્ટ કરે છે.
  • તેનું એક સૌથી મોટું ફીચર ટચ આઇડી ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે પાવર બટનમાં આપવામાં આવ્યું છે. એટલે કે આ બટનથી ટેબ્લેટ ઓન-ઓફ કરવાની સાથે અનલોક પણ કરી શકીશું.
  • કંપનીએ તેમાં A14 બાયોનિક ચિપનો ઉપયોગ કર્યો છે. એપલનું કહેવું છે કે A14 5nm ચિપ પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આઇફોન 12માં આ ચિપ આપવામાં આવી શકે છે.
  • તેમાં 7 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, 12 મેગાપિક્સલ રિઅર કેમેરા અને સ્ટિરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. આ એપલ પેન્સિલને સપોર્ટ કરે છે. તેમજ, તેની સાથે મેજિક કી-બોર્ડ આપવામાં આવ્યું છે.
  • કંપનીનું કહેવું છે કે, આ 2019 મોડેલ કરતાં 40% સારું CPU પર્ફોર્મન્સ અને 30% સારા ગ્રાફિક્સ પર્ફોર્મન્સ સાથે આવે છે. તેને 5 કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો