The Company Launched 2 New Foldable Phones, Priced Higher Than The Old Model; The Phone With Under Display Camera Is Priced At Rs 1.33 Lakh
સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ:કંપનીએ 2 નવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યાં, કિંમત જૂનાં મોડેલ કરતા વધુ; અંડર ડિસ્પ્લે કેમેરા ધરાવતા ફોનની કિંમત 1.33 લાખ રૂપિયા
2 વર્ષ પહેલા
કૉપી લિંક
'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G'માં ટ્રિપલ અને 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G'માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે
'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G' અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે
સેમસંગે બુધવારે મોડી રાતે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. તેમાં નવાં ફોલ્ડેબલ ફોન સાથે સ્માર્ટવોચ પણ સામેલ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કંપની 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G'ની કિંમત ઓછી રાખશે, પરંતુ તેની પ્રારંભિક કિંમત આશરે 74,200 રૂપિયા છે. જૂનું મોડેલ 67,999 રૂપિયામાં એમેઝોન પર લિસ્ટેડ છે. આ ઈવેન્ટમાં કઈ પ્રોડક્ટ્સ લોન્ચ થઈ આવો જાણીએ...
ગેલેક્સી Z ફોલ્ડ 3 5G સ્માર્ટફોન
અપડેટેડ ગેલેક્સી Z ફોલ્ડ 3 5Gમાં બહારની બાજુ 6.2 ઈંચની HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 832x2268 પિક્સલ છે. તો અંદરની તરફ 7.6 ઈંચની ફોલ્ડેબલ QXGA+ AMOLED ઈન્ફિનિટી ફ્લેક્સ સ્ક્રીન મળશે. તેનું રિઝોલ્યુશન 2208x1768 પિક્સલ છે. આ સ્ક્રીનમાં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળે છે. આ 5G સ્માર્ટફોન સ્ટાલયસને પણ સપોર્ટ કરે છે. ફોલ્ડ થયા બાદ તેની થિકનેસ 158.2mm થાય છે. તેના ફેન્ટમ બ્લેક, ફેન્ટમ ગ્રીન અને ફેન્ટમ સિલ્વર કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાય છે. યુઝરના એક્સપિરિઅન્સને વધુ સારો બનાવવા માટે તેમાં ડોલ્બી અટેમ્સ અને સ્ટીરિયો સ્પીકર્સ મળશે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે.
ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ત્રણેય લેન્સ 12MPના છે. તેમાં ટેલિફોટો લેન્સ, વાઈડ એંગલ લેન્સ અને અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. 10MPનો કવર કેમેરા મળે છે. કેમેરાથી ફોટો ક્લિક કર્યા બાદ તમામ ફોટો એક સાથે પ્રિવ્યૂ કરી શકાશે. કેમેરા પોટ્રેટ, નાઈટ, નાઈટ હાઈપરલેપ્સ મોડ પણ સપોર્ટ કરે છે. તેમાં ડાયરેક્ટ વ્યૂનો ઓપ્શન પણ મળે છે. તેની મદદથી મલ્ટિપલ એંગલ અને તમામ લેન્સથી એકસાથે ફોટોગ્રાફી કરી શકાય છે.
ગેલેક્સી Z ફોલ્ડ 3માં એકસાથે મલ્ટિટાસ્કિંગ કરી શકાય છે. અર્થાત ફોનમાં અલગ અલગ સ્ક્રીન ઓપન કરી એક જ સમયે અલગ અલગ કામ કરી શકાશે. તેમાં S પેન સપોર્ટ પણ મળે છે. અપડેટેડ મોડેલમાં વધારે મોટી સ્ક્રીન મળે છે તેથી યુઝરને વધુ સારો ગેમિંગ એક્સપિરિઅન્સ મળે છે.
સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનને IPX8 રેટિંગ મળ્યું છે. અર્થાત ફોન વૉટર રેઝિસ્ટન્સ છે. ફોનમાં 4400mAhની બેટરી છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જર સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 3 5Gની કિંમત કંપનીએ આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ લોન્ચિંગ સાથે જ શરૂ કર્યું છે. હાલ તેને અમેરિકા, યુરોપ અને સાઉથ કોરિયામાં વેચવામાં આવશે. તેની પ્રારંભિક કિંમત 1799.99 ડોલર (આશરે 1,33,600 રૂપિયા) છે. તેનાં 12GB+256GB અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
ગેલેક્સી Z ફ્લિપ 3 5G
આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની પ્રાઈમરી ફુલ HD+ ડાયનેમિક AMOLED 2X ઈન્ફિનિટી પ્લેક્સ ડિસ્પે છે. તેનું રિઝોલ્યુશન 1080x2640 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનના કવર પર 1.9 ઈંચીની ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 260x512 પિક્સલ છે. તેમાં 5nm ઓક્ટાકોર પ્રોસેસર છે. તેની મેક્સિમમ સ્પીડ 2.84GHz છે.
ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. બંને લેન્સ 12MPના છે. તેમાંથી એક વાઈડ એંગલ અને બીજો અલ્ટ્રા વાઈડ એંગ્લ લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 10MPનો ફ્રન્ટ કેમેરા છે.
કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.2, GPS/ A-GPS, NFC અને USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
તેમાં 3,300mAhની ડ્યુઅલ સેલ બેટરી છે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોલ્ડ થવા પર ફોનનું ડાયમેન્શન 72.2x86.4x17.1mm અને અનફોલ્ડ થવા પર ડાયમેન્શન 72.2x166.0x6.9mm થાય છે. ફોલ્ડ થવા પર ફોનની થિકનેસ 17.3mm અને અનફોલ્ડ પર 7.2mm છે. ફોનનું વજન 183 ગ્રામ છે.
ગેલેક્સી z ફ્લિપ 3 5Gની કિંમત આ ફોનની પ્રારંભિક કિંમત 999.99 ડોલર (આશરે 74,200 રૂપિયા) છે. તેનાં ક્રીમ, ગ્રીન, ગ્રે, લવન્ડર અને ફેન્ટમ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
ગેલેક્સી વૉચ 4 સિરીઝ
સેમસંગે આ ઈવેન્ટમાં ગેલેક્સી વોચ 4 સિરીઝ પણ લોન્ચ કરી છે. વોચના 'ગેલેક્સી વોચ 4' અને 'ગેલેક્સી વોચ 4 ક્લાસિક' વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તે આર્મર એલ્યુમીનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ ડાયલ સાથે આવે છે. બંને વોચ કંપનીની Wear OS પર રન કરે છે. તેમાં પાવરફુલ પ્રોસેસર સાથે LTE અને બ્લુટૂથ કનેક્ટિવિટી મળે છે. તેમાં સેમસંગનું બાયોએક્ટિવ સેન્સર મળે છે. તે PPG, ECG અને BIA પર નજર રાખે છે. તે બ્લડ પ્રેશરને પણ ટ્રેક કરે છે.
તેમાં 95 વર્કઆઉટ મોડ મળે છે. તેમાં યુઝર ફ્રેન્ડ્સને ગ્રુપ ચેલેન્જ પણ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, તે સિંગલ ચાર્જ પર 40 કલાકનું બેકઅપ આપે છે. બંને વોચ IP68 વૉટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે. તેમાં અલગ અલગ સ્ટ્રિપ્સ અને 40 યુનિક વોચ ફેસિસ મળે છે.
ગેલેક્સી વોચ 4ની કિંમત તેની પ્રારંભિક કિંમત 249 ડોલર (આશરે 18,500 રૂપિયા) છે. ક્લાસિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 349 ડોલર (આશરે 26,000 રૂપિયા) છે.