• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Company Is Wrongly Blocking The App, Charging Arbitrary Prices From Developers On The App Store; Its Impact On Consumer Budgets

એપલની દાદાગીરી!:કંપની ખોટી રીતે એપ બ્લોક કરી રહી છે, એપ સ્ટોર પર ડેવલપર્સ પાસેથી મનમાની કિંમતની વસૂલી; તેની અસર ગ્રાહકોના બજેટ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલની એન્યુઅલ વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ 7 જૂનથી શરૂ થઈ છે. ઈવેન્ટના પ્રથમ દિવસે કંપનીનું ફોકસ સોફ્ટવેર પર હતું. આઈફોન હવે ટૂંક સમયમાં અમેરિકાના એરપોર્ટ પર ડિજિટલ આઈડીનું કામ કરશે, કંપનીએ પોતાના ડેવલપર્સ માટે iOS 15નો પ્રિવ્યૂ રિલીઝ કર્યો છે. જોકે એપલ અને ડેવલપર્સ વચ્ચે 'એવરીથિંગ ઈઝ ઓલરાઈટ' નથી.

કેટલાક ડેવલપર્સ આઈફોન એપ્સ માટે એપલની સરમુખત્યારશાહીથી નાખુશ છે. તેમની ફરિયાદ છે કે એપલ તેમની પાસેથી અનુચિત કિંમત માગી રહી છે. આ વિવાદ સમજવાની ખાસ જરૂર છે.

ડેવલપર્સ શા માટે એપલથી નાખુશ?
એપ મેકર્સ અને લૉમેકર્સનું કહેવું છે કે આઈફોન એપ્સને એપલ દબંગ તરીકે કન્ટ્રોલ કરી રહી છે. કેટલાક લોકો આ વાતથી નાખુશ છે કે ઓનલાઈન ડેટિંગ સર્વિસની મેમ્બરશિપ અથવા ક્લેશ ઓફ ક્લેન્સ ગેમમાં વર્ચ્યુઅલ જેમ્સ ખરીદવા પર એપલનું કમિશન તેમની મજબૂરી છે. એપલ આઈફોન પર રહેલી એપ્સ પાસેથી 30% કમિશન લે છે. જોકે તેણે સૌથી વધુ યુઝેબલ એપ્સનું કમિશન ઘટાડી 15% કર્યું છે. તેનાથી એપલનાં એપ રેવન્યૂ પર અસર થઈ છે.

કેટલાક એપ ડેવલપર્સનું માનવું છે કે, એપલ ખોટી રીતે તેમની એપ્સ બ્લોક કરી રહી છે. એપલની દાદાગીરી વિરુદ્ધ ફરિયાદ કરનારી એપ્સ ઘણી ઓછી છે. તેમાં સ્પોટિફાય, મેચ ગ્રુપ, એરબીએનબી, ટાઈલ અને ફોર્ટનાઈટ વીડિયો ગેમના ડેવલપર એપિક ગેમ્સ સામેલ છે.

આઈફોનનો આઈટ્રેપ!:નવાં મોડેલ અને સેફ્ટી અપડેટની લોકોને આદત પડી રહી છે, મોંઘો હોવા છતાં એપલની યુઝર્સ પર પાબંધીઓ

ફરિયાદીઓનો પક્ષ શું છે?
એપલ 2008થી પોતાના એપસ્ટોરને એજ દૃષ્ટિકોણથી ચલાવી રહી છે. કંપની વગર યુઝર્સ એપ્સ શોધી શકતા નથી. એપલ એપ સ્ટોર પર નિયંત્રણ રાખવા માટે બીઝાન્ટિન નિયમ બનાવે છે. તે સમજણ પડે તેવા હોતા નથી.

ફરિયાદીઓનું કહેવું છે કે મોટો સવાલ એ છે કે આઈફોન પર એપલની પકડથી ઘણી સારી એપ્સ અને નવા આઈડિયા દૂર થઈ રહ્યા છે. કારણ કે તેને તૈયાર કરનારા ડેવલપર્સ એપલની મોનોપોલી, શરતો અને વધારે કમિશનથી આગળ આવી શકતા નથી.

એપલ કેટલાક મામલે સાચી
કંપનીનું કહેવું છે કે તે એપ ઈકોનોમીમાં પોતાની ભૂમિકા માટે વળતરની હકદાર છે. એપલ કરોડો સંભવિત ગ્રાહકોને એપ મેકર્સના દરવાજે લાવે છે. તેનાથી લોકોની ખરીદી સરળ બને છે. તે એ સુનુશ્ચિત કરે છે કે એપ્સ સ્ક્રીન કરે છે તેથી તે સુરક્ષિત રહે. એપલ એપ મેકર્સ અને અન્ય લોકો માટે જે પણ કંઈ કરે છે તેનાથી પ્રાઈસ વધી જાય છે, પરંતુ તે કન્ટ્રિબ્યુશન મીનિંગફુલ હોય છે.

એપમાં થઈ રહેલી ઉથલ પુથલનું સમાધાન શું છે?
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના ટેક્નોલોજી કોલમનિસ્ટ, શીરા ઓવિડ પાસે તેનાં માટે 2 સજેશન છે. તેમાં એક હળવો અને બીજું આક્રમક છે. એપલ સૌ પહેલાં એ એપ મેકર્સને બ્લોક કરવાનું બંધ કરે જે લોકોને એ જણાવે છે કે તેમને એપમાં કન્ટેન્ટની ખરીદી કરવાની નથી. ઉદાહરણ તરીકે, યુટ્યુબ મ્યુઝિક સ્ટ્રીમિંગ સબસ્ક્રિપ્શન આઈફોન એપમાં ખરીદવા પર તેની કિંમત 12.99 ડોલર (આશરે 950 રૂપિયા) છે. તો યુટ્યુબ મ્યુઝિક વેબસાઈટથી તેની ખરીદી 9.99 ડોલર (આશરે 720 રૂપિયા)માં પડે છે. યુટ્યુબ, એપલને 3 ડોલર (આશરે 220 રૂપિયા)નું કમિશન આપે છે, પરંતુ તેનો ભાર ગ્રાહકો પર પડે છે.

ઓવિડના સહયોગી ગ્રેગ બેન્સિગરનું કહેવું છે કે, જો એપ મેકર્સને એ વેબસાઈટથી લિંક કરવાની અનુમતિ આપવામાં આવે છે જ્યાં લોકો ઓછી કિંમતમાં સબસ્ક્રિપ્શન અથવા ડિજિટલ કન્ટેન્ટ ખરીદી શકે તો ઘણા બધા લોકો આવું નહિ કરે. જોકે આમ કરવાથી એપલના ગ્રાહકોની તરફથી સારો રિસ્પોન્સ મળશે.

ઓપ્શનલ એપ સ્ટોર પર રોક લાગવી જોઈએ. સિંગલ ડિજિટલ સ્ટોરફ્રન્ટથી એપ્સ શોધવી, પેમેન્ટ કરવું અને ડાઉનલોડ કરવું સરળ અને સુરક્ષિત બને છે, પરંતુ મને વિશ્વાસ નથી કે એપ સ્ટોર ઓનર્સ દ્વારા હાયર કોસ્ટ અને કન્ટ્રોલના તે યોગ્ય છે. શું થશે જો આપણે તાજેતરમાં જ કંપનીની વેબસાઈટ પરથી ટિન્ડર અથવા યુટ્યુબ મ્યુઝિક એપ ડાઉનલોડ કરી હોય?