પ્રી-લોડેડ સોન્ગવાળા નેકબેન્ડ:કંપની તેમાં 1001 ગીતો ઇન્સ્ટોલ કરીને આપી રહી છે, 35 કલાક સુધી નોનસ્ટોપ મ્યુઝિક સાંભળી શકાશે

2 વર્ષ પહેલા
  • તે 10 મીટરના અંતરથી મોબાઇલ અથવા ફોનથી કનેક્ટ થઈ શકે છે
  • તેની કિંમત 1,799 રૂપિયા છે

એમેઝોન ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મમાં એક નવું નેકબેન્ડ લિસ્ટેડ કરવામાં આવ્યું છે. તે તારબુલ (Tarbull)બ્રાન્ડની પ્રોડક્ટ છે. તારબુલ મ્યુઝક મેટ 500 નેકબેન્ડનું ખાસ ફીચર એ છે કે તેમાં પહેલાથી જ 1001 ગીતો મળે છે. કંપનીનો દાવો છે કે તે દુનિયાનું પહેલું નેકબેન્ડ બ્લૂટૂથ હશે, જેમાં મોબાઈલ કનેક્ટ કર્યા વગર જ ગીતો સાંભળી શકાય છે. તેની કિંમત 1,799 રૂપિયા છે.

તારબુલ મ્યુઝિક મેટ 500 નેકબેન્ડના ફીચર્સ

  • નેકબેન્ડના પ્રી-લોડેડ ગીતો સોની મ્યુઝિક કંપનીના હશે. તેમાં મ્યુઝિક સબસ્ક્રિપ્શન્સ અથવા ઈન્ટરનેટની જરૂર નહીં પડે.
  • તે 10 મીટરના અંતરથી મોબાઇલ અથવા ફોનથી કનેક્ટ થઈ શકે છે.
  • તેમાં શાનદાર 3D ઓડિયો એક્સપિરિયન્સ મળશે. તે વોટર પ્રૂફ હોય છે.
  • 10 મિનિટ ચાર્જ કરવા પર 10 કલાકનું પ્લેબેક મળે છે. ફૂલ ચાર્જ કરવા પર 35 કલાક ચાલે છે. ઈનકમિંગ કોલ માટે વાઈબ્રેશનની સાથે અલર્ટ કરે છે.
  • એક્સર્સાઈઝ સ્પોર્ટ્સ, વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
  • 1001 ગીતોના 6 પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં રોમેન્ટિક, સોલફુલ, મેલોડી, ડાઉન મેમરી લેન, પાર્ટ હિટ્સ, ગઝલ, ડિવોશનલ્સ સોન્ગ સેક્શન સામેલ છે.