એમેઝોન પ્રાઇમ લાઇટ સબ્સ્ક્રિપ્શન ભારત માટે ટેસ્ટિંગ હેઠળ છે! એમેઝોન વર્ષોથી તેની પ્રાઇમ મેમ્બરશિપની કિંમતોમાં ફેરફાર કરી રહ્યું છે અને અમુક મંથલી પ્લાન્સ રજૂ કરતું રહ્યું છે. પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન પણ ડિસેમ્બર-2021 સુધી સૌથી સસ્તી યોજનાઓમાંની એક હતી પરંતુ, તે પછી એમેઝોને કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને એમેઝોનનાં પ્રાઇમ સબ્સ્ક્રિપ્શનની કિંમત વધારીને 1,499 રૂપિયા કરવામાં આવી હતી અને ત્યારથી વાર્ષિક પ્લાન મોંઘો રહ્યો છે. જો કે, એમેઝોન હવે ભારત માટે સસ્તા પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
ઓન્લીટેકનાં રિપોર્ટનાં આધારે કહેવામાં આવ્યું છે કે, ‘એમેઝોન ભારતમાં નવા પ્રાઇમ લાઇટ સબ્સ્ક્રિપ્શનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન એ વાર્ષિક પ્લાન છે અને વાર્ષિક પ્લાનની કિંમત ઘટાડીને ₹999 કરે છે. રેગ્યુલર પ્લાન કરતાં આ પ્લાનમાં તમે ₹500ની બચત કરી શકો છો. જો કે, આ સસ્તા પ્લાન સાથે તમારે અમુક સુવિધાઓમાં પણ બાંધછોડ કરવી પડશે.
₹999ના પ્લાનમાં શું-શું મળશે?
પ્રાઇમ લાઇટ સાથે એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને અનલિમિટેડ ડિલિવરી ફ્રી બે દિવસ અને સ્ટાન્ડર્ડ ડિલિવરીની સુવિધા મળશે. અહીં તે જ દિવસે ડિલિવરી કે વન-ડે ડિલિવરીનો વિકલ્પ નહીં મળે. પ્રાઇમ મેમ્બર્સને એક્સક્લુઝિવ ઓફર્સ અને ડીલ્સની એક્સેસ પણ મળશે અને એમેઝોન પે તથા ICICI ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 5 ટકા કેશબેક મળશે.
દુ:ખની વાત એ છે કે આ યોજના તમને પ્રાઇમ મ્યુઝિક, પ્રાઇમ ગેમિંગ, મફત ઇ-બુક્સ અને નો-કોસ્ટ EMIની ઍક્સેસ વિનાની સુવિધા નહી મળે.
અત્યારે આ પ્લાન બીટા ટેસ્ટિંગમાં છે અને ભારતમાં ફક્ત અમુક પ્રાઇમ મેમ્બર્સ માટે જ ઉપલબ્ધ છે. એકવાર ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી, અમે જોઈ શકીએ છીએ કે, ‘એમેઝોન તેને પ્રાઇમ શોપિંગ અનુભવ અને પ્રાઇમ વીડિયોની એક્સેસ મેળવવા માગતા લોકો માટે ખર્ચ-અસરકારક સબ્સ્ક્રિપ્શન પ્લાન તરીકે રોલ આઉટ કરી રહ્યું છે. સૌથી સારી વાત એ છે કે મોબાઇલ-ઓન્લી પ્લાનથી વિપરીત સબ્સ્ક્રાઇબર્સ સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર પરની સામગ્રીને એક્સેસ કરવા માટે ₹1499નો વાર્ષિક પ્લાન હજી પણ ઉપલબ્ધ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.