તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The Company Has Launched Apple One Service, Now Customers Do Not Have To Take Separate Service Subscriptions.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપલ વર્ચ્યુઅલ ઇવેન્ટ:કંપનીએ એપલ વન સર્વિસ લોન્ચ કરી, હવે ગ્રાહકોએ અલગ-અલગ સર્વિસ સબ્સ્કિપ્શન નહીં લેવું પડે

2 મહિનો પહેલા
  • ગ્રાહકોને મ્યુઝિક, ટીવી પ્લસ, ન્યૂઝ પ્લસ, આર્કેડ, ફિટનેસ પ્લસ અને ક્લાઉડ જેવી સર્વિસનો લાભ એકસાથે મળશે

એપલે તેની અલગ-અલગ ક્લાઉડ બેઝ્ડ સર્વિસની સિંગલ સબ્સ્ક્રિપ્શન સર્વિસ એપલ વન લોન્ચ કરી દીધી છે. આ સર્વિસનો મોટો ફાયદો એ છે કે ગ્રાહકે હવે એપલ મ્યૂઝિક, એપલ ટીવી પ્લસ, એપલ ન્યૂઝ પ્લસ, એપલ આર્કેડ, એપલ ફિટનેસ પ્લસ અને એપલ ક્લાઉડ જેવી સર્વિસિસ માટે માટે અલગ સબ્સ્ક્રિપ્શન્સ લેવાની જરૂર નહીં રહે.

એપલ વન સબ્સ્ક્રિપ્શન ચાર્જ
ઇન્ડિવિડ્યુઅલઃ તેમાં એપલ મ્યૂઝિક, એપલ ટીવી પ્લસ, એલ આર્કેડ અને એપલ ક્લાઉડના સબ્સ્ક્રિપ્શન્સ મળવશે. એપલ ક્લાઉડ માટે 50GB જગ્યા હશે. તેની કિંમત મંથલી 14.95 ડોલર છે.

ફેમિલી: તેમાં એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ આર્કેડ અને એપલ ક્લાઉડના સબ્સ્ક્રિપ્શન્સ મળશે. એપલ ક્લાઉડ માટે 200GB જગ્યા હશે. તેની કિંમત મંથલી 19.95 ડોલર છે.

પ્રીમિયર: તેમાં એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ ન્યૂઝ પ્લસ, એપલ આર્કેડ, એપલ ફિટનેસ પ્લસ અને એપલ ક્લાઉડનું સબ્સ્ક્રિપ્શન મળશે. એપલ ક્લાઉડ માટે 2TB જગ્યા હશે. તેની કિંમત મંથલી 29.95 ડોલર છે.

એપલની આ સર્વિસ શું છે?

  • એપલ મ્યુઝિક: એડવર્ટાઇઝમેન્ટ વગર આની પર 7 કરોડથી વધુ ગીતો સ્ટ્રીમ થાય છએ. તમે આ ગીતોને ઓફલાઇન પણ સાંભળી શકો છો. લાઇવ રેડિયો પણ અહીં અવેલેબલ છે. ગીતો પણ ડાઉનલોડ કરી શકાય છે.
  • એપલ ટીવી પ્લસ: એપલ ટીવી પ્લસ એ એપલ ટીવી પર બતાવવામાં આવતી એક સર્વિસ છે. એટલે કે, એપલ ટીવીની મદદથી આ સર્વિસને સ્ટ્રીમ કરવામાં આવે છે. જો તમારી પાસે એપલ ટીવી ન હોય તેમ છતાં પણ તમે એપલ ટીવી પ્લસનો લાભ લઈ શકો છો. યુઝર્સ આઇફોન પર પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકે છે.
  • એપલ ન્યૂઝ પ્લસ: તમે આ સર્વિસ પર 300થી વધુ મેગેઝિન, ન્યૂઝ પેપર્સ અને ડિજિટલ પબલિશરના પબલિકેશન્સ વાંચી શકશો. અમેરિકા અને કેનેડામાં આ સરવિસમાં પોપ્યુલર પબ્લિકેશન જેવાંકે વોગ, નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન, પીપલ્સ, ELLE, ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને લોસ એન્જલસ ટાઇમ્સ જેવા લોકપ્રિય પબ્લિકેશન્સ સામેલ છે.
  • એપલ આર્કેડ: આ કંપનીની એક્સક્લૂઝિ ગેમિંગ સર્વિસ છે. તેમાં એપસ્ટોર પર તેની 3 લાખથી વધુ ગેમ્સ છે. અહીં યુઝર્સને 100થી વધુ નવી ગેમ્સ મળશે. તેનો ઉપયોગ મોબાઇલ અને ડેસ્કટોપ પર થઈ શકે છે. કંપનીનો દાવો છે કે, આ ગેમ્સ અન્ય કોઈપણ સર્વિસ પર અવેલેબલ નહીં હોય.
  • એપલ ફિટનેસ પ્લસ: એપલે વોચ યુઝર્સ માટે ફિટનેસ પ્લસ સર્વિસ પણ લોન્ચ કરવામાં આવી. આ સર્વિસ યુઝર્સને વીડિયોઝના લિસ્ટમાંથી વર્કઆઉટ્સ સિલેક્ટ કરવાની મંજૂરી આપે છે, જે આઇફોન, આઈપેડ અથવા એપલ ટીવી પર ચલાવી શકાય છે. ખાસ વાત એ છે કે વર્કઆઉટ દરમિયાન યુઝર આઇફોન/આઈપેડની સ્ક્રીન પર પોતાનો ફિટનેસ ડેટા જોઈ શકશે.
  • એપલ આઈક્લાઉડ: આ એક ક્લાઉડ સ્ટોરેજ બેઝ્ડ સર્વિસ છે. આઇફોન અને આઈપેડ યુઝર્સ પાસે સ્ટોરેજનો લિમિટેડ ઓપ્શન હોય છે. આવી સ્થિતિમાં, આ સર્વિસની મદદથી યુઝર્સ તેમના ડેટાને ક્લાઉડ પર અપલોડ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો