TVS કંપનીએ અપાચે બાઈકના 10 મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. હવે આ બાઈકને ખરીદવા માટે ગ્રાહકોને 2100 રૂપિયા સુધીનો ખર્ચ વધારે કરવો પડશે. નવી કિંમતો TVS અપાચે RTR 160, અપાચે RTR 160 4V, અપાચે RTR 180, અપાચે RTR 200 અને અપાચે RR 310 સહિત અન્ય મોડેલો પર લાગુ થશે.
2100 રૂપિયા સુધીનો વધારો કર્યો
TVS મોટર કંપનીએ મે 2022માં પોતાની અપાચે સિરીઝની મોટરસાઇકલની કિંમતમાં 2,100 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અપાચે સિરીઝની સૌથી પાવરફુલ બાઇક અપાચે RR 310ની કિંમતમાં માત્ર 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અન્ય તમામ મોડલની કિંમતમાં 2100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મોડલ | નવા ભાવ | જુના ભાવ | ફેરફાર |
અપાચે RTR 160 2V (ડ્રમ) | 1,11,740 ₹ | 1,09,640 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 160 2V (ડિસ્ક) | 1,14,740 ₹ | 1,12,640 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 160 4V (ડ્રમ) | 1,19,378 ₹ | 1,17,278 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 160 4V (ડિસ્ક) | 1,21,485 ₹ | 1,19,385 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 160 4V (બ્લૂટૂથ) | 1,24,201 ₹ | 1,22,101 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 160 4V સ્પેશિયલ એડિશન | 1,25,575 ₹ | 1,23,475 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 180 | 1,18,690 ₹ | 1,16,590 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 200 4V સિંગલ ABS | 1,38,190 ₹ | 1,36,090 ₹ | 2,100 ₹ |
અપાચે RTR 200 4V ડ્યુઅલ ABS | 1,43,240 ₹ | 1,41,140 ₹ | 2,100 ₹ |
અપાચે RR 310 | 2,59,990 ₹ | 2,59,900 ₹ | 90 ₹ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.