તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિટરનું સ્ટેપ બેક:અઠવાડિયાં પહેલાં જ શરૂ કરેલાં પબ્લિક વેરિફિકેશન પ્રોસેસ પર કંપનીએ રોક લગાવી, ટૂંક સમયમાં ફરી શરૂ કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંકાગાળામાં ઢગલાબંધ વેરિફિકેશન રિક્વેસ્ટ મળવાથી કંપનીએ હાલ આ પ્રોસેસ પર રોક લગાવી
  • ગયા અઠવાડિયે કંપનીએ સરકારી કંપની, બ્રાન્ડ્સ, NGO, ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ સહિતની પ્રોફાઈલ માટે અકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરવાની જાહેરાત કરી હતી

વર્ષ 2017 પછી ટ્વિટરે ગત અઠવાડિયાંથી પબ્લિક વેરિફિકેશન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની જાહેરાત કરી હતી. હવે ટ્વિટરે તેની નવી પોલિસી માટે પીછે હઠ કર્યું છે. ટ્વિટરે બ્લોગ લખીને જણાવ્યું કે હાલ ઢગલાબંધ વેરિફિકેશન રિક્વેસ્ટ મળવાથી કંપની હવે નવી અરજી એક્સેપ્ટ નહિ કરે. હાલ પૂરતું કંપનીએ પબ્લિક વેરિફેકેશન પર રોક લગાવી છે.

ટ્વિટરે લખ્યું કે ટૂંક સમયમાં ફરી તે વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરશે. ટ્વિટરના આ નિર્ણય પાછળનું કારણ એ છે કે કંપનીને ઢગલાબંધ વેરિફિકેશનની રિક્વેસ્ટ મળી છે. તેથી હાલ પૂરતું કંપની તેના પર રોક લગાવી જૂની એપ્લિકેશન ક્લિયર કરવા માગે છે.

વેરિફાઈડ અકાઉન્ટ

ટ્વિટરમાં 2 પ્રકારના અકાઉન્ટ હોય છે. તેમાં વેરિફાઈડ અને અનવેરિફાઈડ સામેલ છે. વેરિફાઈડમાં યુઝરની પ્રોફાઈલની બાજુમાં બ્લુ ટિક જોવા મળે છે. ટ્વિટરે 2017માં પબ્લિક વેરિફિકેશન બંધ કર્યું હતું. તેથી કેટલાક ખાસ લોકોને જ બ્લૂ ટિક મળતું હતું. 4 વર્ષ પછી ફરી ટ્વિટરે પબ્લિક વેરિફિકેશન શરૂ કર્યું છે. હવે કોઈ પણ યુઝર્સ ટ્વિટર અકાઉન્ટ વેરિફાય કરી શકશે. નવી વેરિફિકેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

6 કેટેગરી માટે વેરિફિકેશન
ગયા અઠવાડિયે કંપનીએ પબ્લિક વેરિફેશન માટે 6 પ્રકારની પ્રોફાઈલ સામેલ કરી હતી. તેમાં સરકારી કંપની, બ્રાન્ડ્સ, નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન, ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ, સ્પોર્ટ્સ, ઓર્ગેનાઈઝર અને અન્ય પ્રભાવશાળી પર્સનાલિટી લિસ્ટેડ છે. જે યુઝર્સના ફોલોઅર્સ વધારે હશે તે પણ વેરિફિકેશન માટે અપ્લાય કરી શકશે. ટ્વિટર પર વેરિફેકશન માટે નામ, પ્રોફાઈલ પિક્ચર અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી વેરિફાઈડ કરવું પડશે. તેની એક શરત બીજી પણ છે કે ટ્વિટર અકાઉન્ટ છેલ્લા 6 મહિનાથી એક્ટિવ હોવું જોઈએ.

વેરિફિકેશન બાદ બ્લૂ ટિક મળે છે

યુઝરની એપ્લિકેશન એક્સેપ્ટ કરવા પર પ્રોફાઈલ પર બ્લૂ ટિક દેખાવા લાગે છે. ટ્વિટર ઘણા મહિનાઓથી વેરિફિકેશનમાં સ્પષ્ટતા લાવવા માટે કામ કરી રહી છે. ટ્વિટર હવે ઈનએક્ટિવ, ઈનકમ્પ્લિટ અકાઉન્ટને ટ્વિટર પરથી દૂર કરવાનું કામ કરશે. સાથે જ વારંવાર ટ્વિટરના નિયમોનો ભંગ કરનાર યુઝરના અકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર કરવામાં આવશે.