તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીમાં ગૂગલ:પ્રાઈવસીને લઈને બ્રિટનમાં તપાસનો સામનો કરી રહી છે કંપની, એડવર્ટાઈઝ ડેટામાં ફેરફાર કરવાનો મામલો

7 મહિનો પહેલા
  • ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીએ ગૂગલ સામે ફરિયાદની વાતની પુષ્ટિ કરી
  • તપાસનો નિર્ણય સર્ચ એન્જિન કંપની ગૂગલના ઓનલાઈન દબદબાને પ્રભાવિત કરશે

કોમ્પિટિટર્સના એક ગ્રૂપે રેગ્યુલેટર્સની ફરિયાદ બાદ કહ્યું છે કે, ગૂગલ તેની એડવર્ટાઈઝ ડેટા સિસ્ટમને ફરી બનાવવા માટે બ્રિટનમાં નવી તપાસનો સામનો કરી રહી છે. તેને લીધે અમેરિકન ટેક કંપની ગૂગલના ઓનલાઈન દબદબા પર અસર પડશે.

ઓપન વેબ માર્કેટર્સ, પબ્લિશિંગ કંપની અને ટેક્નોલોજી ગ્રૂપે સોમવારે કહ્યું કે, યુકે કોમ્પિટિશન વોચડોગને આગ્રહ કરી રહ્યા છે કે તે આગળ આવે અને ગૂગલ પર તેની પ્રાઈવસી સેન્ડબોક્સ રોલઆઉટ મોડું થાય તેના માટે દબાણ બનાવે, જે આગામી વર્ષની શરૂઆતમાં રોલઆઉટ થશે.

નવી ટેક્નોલોજીથી થર્ડ પાર્ટી કુકીઝ રિમૂવ કરવામાં આવશે, જે ડિવાઈસમાં યુઝરની માહિતી સ્ટોર કરે છે, તેને ગૂગલના ટૂલથી જ રિપ્લેસ કરવામાં આવશે. ગ્રૂપમાં કહ્યું કે, તેનો અર્થ એ છે કે લોગ ઈન, એડવર્ટાઈઝિંગ સહિત અન્ય માહિતીઓ ઓપન વેબથી દૂર કરવાાં આવશે અને ગૂગલના કન્ટ્રોલમાં જતી રહેશે.

CMA (ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી)એ પુષ્ટિ કરી કે સંસ્થાને આ સંદર્ભે ફરિયાદ મળી છે. એક સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, અમે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલા મામલાનો ગંભીરતાથી લીધા છે અને કોમ્પિટિશન એક્ટ હેઠળ એક તપાસ કરવા માટે ધ્યાનથી તેનું આકલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો વધારે જરૂર પડી તો અંતિમ પગલા તરીકે કોઈ પણ શંકાસ્પદ એન્ટિ કોમ્પિટિટિવ આચરણ રોકવા માટે વિચાર કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
ફરિયાદ ગૂગલની નવી સિસ્ટમ વિશે છે, આ મામલો વોચડોગે જુલાઈમાં ઉઠાવ્યો હતો, જે ઓનલાઈન પ્લેટફોર્મ અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ સંબંધિત છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે, બ્રિટિશ સરકાર ઓનલાઈન જાહેરાતોનાં માધ્યમથી વધારે પૈસા બનાવવા માટે ગૂગલ માટે એક નવો નિયામક દૃષ્ટિકોણ અપનાવશે.
ગૂગલનું કહેવું છે કે, નવી ટેક્નોલોજી ન માત્ર પ્રાઈવસી સુનિશ્ચિત કરશે બલકે પબ્લિશર્સની મદદ પણ કરશે. કંપનીએ કહ્યું કે, એડ સ્પોર્ટેડ વેબ જોખમમાં છે.

દુનિયાનું પ્રમુખ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ

  • ગૂગલ ક્રોમ દુનિયાનું પ્રમુખ વેબ બ્રાઉઝર છે અને માઈક્રોસોફ્ટ એજ ક્રોમિયમ ટેક્નોલોજી પર બેઝ્ડ છે. CMAએ જુલાઈ મહિનામાં જણાવ્યું હતું કે ગૂગલ યુકેના 880 કરોડ ડોલર્સ સર્ચ એડવર્ટાઈઝિંગ માર્કેટને નિયંત્રણ કરે છે.
  • ઓપન વેબ માટે માર્કેટરે કહ્યું કે, પ્રાઈવસી સેન્ડબોક્સ ન્યૂઝ પબ્લિશર્સને તેમની કુકીઝ સુધી પહોંચવાથી વંચિત કરશે, જે તેઓ ડિજિટલ જાહેરાતો વેચવા માટે ઉપયોગ કરે છે.
  • ગ્રૂપે કહ્યું કે, ગૂગલમાં ફેરફાર ડિજિટલ એડ બિઝનેસને તેના ક્રોમ બ્રાઉઝરને વૉલ્ડ ગાર્ડન એટલે કે કિલ્લેબંધીમાં ફેરવી દેશે, જ્યાં તે રેગ્યુલેટર્સની પહોંચથી દૂર રહેશે.
અન્ય સમાચારો પણ છે...