અપકમિંગ:2022માં લોન્ચ થશે સૌથી સસ્તો 5G આઈફોન, આ એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે એપલ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આઈફોન SE લોન્ચ કરી શકે છે

જો તમે આઈફોન લવર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપની 2022માં દુનિયાનો સૌથી સસ્તો 5G આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ 2020માં આઈફોન SE લોન્ચ કર્યો હતો. તેના સક્સેસર તરીકે કંપની 2022માં પણ આઈફોન SE લોન્ચ કરવા જઈ રહી છે.

આઈફોનની બીજી સિરીઝના આઈફોન કરતાં SE સિરીઝના આઈફોન સસ્તાં હોય છે. 2022ના SE મોડેલમાં 5G કનેક્ટિવિટી મળતી હોવાથી તે દુનિયાને સૌથી સસ્તો 5G આઈફોન બની શકે છે.

તાઈવાનની ટેક વેબસાઈટ ટ્રેન્ડ ફોર્સના રિપોર્ટ પ્રમાણે એપલ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આઈફોન SE લોન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ આઈફોનમાં 5G કનેક્ટિવિટી મળશે. આ આઈફોન મિડ રેન્જ સ્માર્ટફોન હશે.

આઈફોન SE (2022)નાં સ્પેસિફિકેશન
એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓએ દાવો કર્યો છે કે આઈફોન SEનું 2022નું મોડેલ જૂનાં મોડેલ જેવું જ હશે. તેમાં આઈફોન 8 જેવી ડિઝાઈન મળશે. સસ્તા 5G આઈફોનમાં બાયોનિક A15 પ્રોસેસર મળશે.

‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

4.7 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

રેટિના HD (1344X750)

OS

iOS 13

પ્રોસેસર

A13 બાયોનિક

રિઅર કેમેરા

12MP

ફ્રન્ટ કેમેરા

7MP

સ્ટોરેજ

64GB/128GB/256GB

વજન

148 ગ્રામ