ઈલેકટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અંગે હવે સરકારી સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આગ લાગવાનું કારણ આપવામાં આવ્યું છે. ઓકિનાવા ઓટોટેક, બૂમ મોટર, પ્યોર ઇવી, જિતેન્દ્ર ઇવી અને ઓલા ઇલેક્ટ્રિકના ઇ-સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટના અને બેટરી વિસ્ફોટને ધ્યાનમાં રાખીને ગયા મહિને આ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તેની તપાસમાં લગભગ તમામ બેટરી સેલ અને ઇલેક્ટ્રિક વાહનોની ડિઝાઇનમાં ખામી શોધી કાઢી છે. આ ખામીને કારણે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. તેલંગાણામાં ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું કારણ પણ બેટરીમાં સમસ્યા હોવાનું માનવામાં આવે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો હવે ઈવી ઉત્પાદકો સાથે વ્યક્તિગત રીતે કામ કરશે જેથી તેમના વાહનોમાં બેટરી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય.
માનવ જીવનની સલામતી એ સરકારની પ્રાથમિકતા છે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગની શરૂઆત થઈ છે ત્યારે આવી ઘટનાઓ આ ઉદ્યોગને અવરોધે છે. સરકાર આ અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ઈચ્છતી નથી કારણકે, દરેક માનવ જીવનની સુરક્ષા સરકારની પહેલી પ્રાથમિકતા છે. તેલંગાણામાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બેટરીમાં વિસ્ફોટ થતાં 80 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા.
ઓલા ઇલેક્ટ્રિક વૈશ્વિક એજન્સીઓ દ્વારા તપાસ કરાવશે તે જ સમયે ઓલા ઇલેક્ટ્રિકે મીડિયાને આપેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે આ ઘટનાઓને ધ્યાનમાં લઈને સ્કૂટર અને તેની બનાવટનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને ક્યાં ભૂલ થઈ રહી છે તે અંગે તપાસ કરીશું. આ માટે વૈશ્વિક એજન્સીઓને પણ તપાસની કામગીરી સોંપાઈ છે." કંપનીએ એ પણ માહિતી આપી હતી કે, ઓલા ઇલેક્ટ્રિકે પહેલેથી જ સ્વેચ્છાએ 1441 વાહનો પાછા ખેંચી લીધા છે, જેથી તે બધાની અગાઉથી સંપૂર્ણ તપાસ થઈ શકે.
ઓકિનાવા તેના 3,000 થી વધુ સ્કૂટર્સને પાછા ખેંચ્યા
એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)એ તાજેતરના અકસ્માતમાં સામેલ બેચને યાદ કરવી જોઇએ. ત્યારબાદ ઓકિનાવાએ 16 એપ્રિલના રોજ તેના 3,000થી વધુ સ્કૂટર્સ પાછા ખેંચવાનું નક્કી કર્યું.
ઇલેક્ટ્રિક વાહનો પર આગ લાગવાની ઘટનાઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.