ટેક ન્યૂઝ:જે કેમેરો તમને બતાવી રહ્યો છે IPLનું લાઈવ ટેલિકાસ્ટ તેના લેન્સની કિંમત જાણીને દંગ રહી જશો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત ઘણાં દેશોમાં ક્રિકેટ (IPL ક્રિકેટ)ને વિશ્વમાં ધર્મ તરીકે પૂજવામાં આવે છે. ક્રિકેટનો ક્રેઝ દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે જેમ ક્રિકેટ હવે ઝડપી ફોર્મેટમાં બદલાઈ રહ્યું છે, તેવી જ રીતે IPLના ચાહકો પણ બદલાઈ રહ્યા છે. IPL સીઝન 2022ની આજે અંતિમ મેચ છે. આજે લાખો લોકો આ મેચ જોશે. હાલના સમયમાં ક્રિકેટમાં અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. લાઈવ બ્રોડકાસ્ટિંગ માટે એકથી એક આશ્ચર્યજનક તકનીકવાળા કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરા ઘણાં મોંઘા છે. એક કેમેરાની કિંમત લાખોમાં છે. ચાલો જાણીએ કે, ક્રિકેટમાં કઈ-કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

લાઇવ કેમેરો
મેચના લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન શ્રેષ્ઠ ક્વોલિટી દર્શાવવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરા જેટલા મોંઘા હોય છે, તેના લેન્સ તેના કરતાં અનેક ગણા મોંઘા હોય છે. વેબસાઇટ કિટપ્લસ મુજબ આ કેમેરાના લેન્સની કિંમત 45 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, જે એકદમ સરળતાથી ઝૂમ કરી લે છે. લેન્સ ઉપરાંત ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવાતા અન્ય ગેજેટ બોડીઝ, એડેપ્ટર અને મોનિટરનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્નીકોમીટર
ક્રિકેટમાં જ્યારે બોલ બેટની ધારને અડે છે અને બહાર જાય છે ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ડ અમ્પાયર માટે બેટ અને બોલ વચ્ચેનો હળવો સંપર્ક સાંભળવો સરળ હોતો નથી. જેના કારણે ઘણીવાર ખોટાં નિર્ણયની સ્થિતિ સર્જાતી હોય છે. સ્નીકોમીટરનો ઉપયોગ ખોટાં નિર્ણયો ટાળવા માટે થાય છે. બેટ અને બોલ વચ્ચે પ્રકાશની ગતિ જેટલો તીવ્ર ઝડપવાળો અવાજ સાંભળવા માટે સ્ટમ્પની નજીક માઇક્રોફોન લગાવવામાં આવે છે, જેથી થર્ડ અમ્પાયરને બેટ અને બોલ વચ્ચેના સંપર્ક વિશે સરળતાથી જાણ કરી શકાય.

LED સ્ટમ્પ્સ
આ પ્રકારની ટેકનોલોજીનો અગાઉ ઉપયોગ થયો નથી. આ માટે અમ્પાયરને નિર્ણય લેવામાં સમય લાગ્યો હતો. ખોટા નિર્ણયો પણ ઘણી વખત લેવામાં આવ્યા હતા. LED સ્ટમ્પ્સ અને બેલ્સ LED લાઇટ્સથી સજ્જ છે. જે બોલ વિકેટ સાથે અથડાય ત્યારે સળગે છે. વર્લ્ડકપ, IPL જેવી ખાસ સિરિઝમાં આવા સ્ટમ્પ અને બેઈલનો ઉપયોગ કરવામાં આવે છે.

હોટસ્પોટ
આ ટેકનિકનો ઉપયોગ લગભગ તમામ મેચોમાં કરવામાં આવે છે. જેના કારણે અમ્પાયર માટે એ જોવું સરળ બની જાય છે કે, બોલ બેટમાં વાગ્યો છે કે નહિ. આવી તકનીકો LBWના નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

સ્ટમ્પ કેમેરા
મિડલ સ્ટમ્પ પર એક નાનો કેમેરો લગાવવામાં આવ્યો છે. સ્ટમ્પની પાછળ માઇક પણ છે. સ્ટમ્પ પરનો કેમેરો જ્યારે રન આઉટ થાય છે ત્યારે એક્શન રિપ્લે બતાવે છે. તે સ્પષ્ટ કરે છે કે બેટ્સમેન આઉટ છે કે નહીં.

બોલ સ્પિન RPM
આ તકનીકનો ઉપયોગ સ્પિનર દ્વારા બોલિંગ દરમિયાન બોલનું જે રોટેશન થાય તેને ટ્રેક કરવા માટે કરવામાં આવે છે. આની મદદથી પીચ પર બોલની સ્પિનની સ્પીડ નક્કી થાય છે.