• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Bill Will Be Introduced In The Parliamentary Session Starting November 29, With A Penalty Of Up To 4% Of Earnings For Breaking The Rules.

સો.મીડિયા પર સંકજો:29 નવેમ્બરથી શરૂ થનાર સંસદીય સત્રમાં બિલ રજૂ થશે, નિયમો તોડવા પર કમાણીનાં 4% સુધીનો દંડ થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન પ્રેસને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કંટ્રોલ કરે છે તેવી જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક રેગ્યુલેટરી બોડી હોવી જોઈએ

ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા ભારતીય યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવાના સમાચાર અવારનવાર આવતા રહે છે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય સંસદીય પેનલે સોશિયલ પેનલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા માટે રેગ્યુલેટરી બોર્ડ બનાવવા માટેની ભલામણ કરી છે. જેમાં ભારતીય પ્રેસને કંટ્રોલ કરતી બોડીની જેમ જ નવી રેગ્યુલેટરી બોડી બનાવવાની ભલામણ કરવામાં આવશે. તે ઉપરાંત આ નિયમોનો ભંગ કરનાર કંપનીઓને 4% સુધીનો દંડ પણ થઈ શકે છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જેમ રેગ્યુલેટરી બોડીની રચના કરવામાં આવશે
હાઈ-લેવલ કમિટીએ 2019માં રજૂ કરાયેલા પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને ધ્યાનમાં રાખીને રેગ્યુલેટરી બોડી બનાવવાની વાત કરી છે. તેનાથી ગૂગલ અને એમેઝોન ઈંક જેવી કંપનીઓ જે ડેટા સ્ટોર કરે છે તેને સંપૂર્ણ રીતે રોકવામાં મદદ મળશે. સમિતિનું કહેવું છે કે જે રીતે ઈન્ડિયન પ્રેસને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કંટ્રોલ કરે છે તેવી જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક રેગ્યુલેટરી બોડી હોવી જોઈએ.

શિયાળુ સત્ર બિલ રજૂ કરશે
પેનલના હેડ ભારતયી જનતા પાર્ટીના ધારાસભ્ય પી. પી. ચૌધરીએ જણાવ્યું કે, રિપોર્ટની ભલામણો 29 નવેમ્બરથી ચાલી રહેલા સંસદીય સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં આપવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો સોશિયલ મીડિયા કંપનીઓની ગ્લોબલ કમાણીના 4% સુધીનો દંડ લાદવાની જોગવાઈ હોઈ શકે છે.