યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ફોટોગ્રાફીનો શોખ છે તો આ 3 કેમેરા બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે, વીડિયો સાથે સારી ઓડિયો ક્વોલિટી પણ મળશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર મહિને અથવા 6 મહિને નવા કેમેરા લોન્ચ થતા હોય છે તેવામાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે કયો કેમેરા તમારા માટે બેસ્ટ રહેશે તો આજે અમે તમારું કન્ફ્યુઝન દૂર કરવામાં મદદ કરીશું. આ કેમેરા તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તે વીડિયો લોગિંગમાં પણ તમારી મદદ કરે છે.

1. સોની A6000: કિંમત 48,990 રૂપિયા
જો તમારી ફોટોગ્રાફી સ્કિલ્સ સારી હોય અને તમારે બજેટમાં કેમેરા જોઈતો હોય તો સોનીનો આ કેમેરા ખરીદી શકો છો. તેમાં ફુલ ફ્રેમ લેન્સ માઉન્ટ મળે છે.

આ કેમેરામાં 24MP APS-C સેન્સર મળે છે. સાથે જ તેમાં 179 ઓટો ફોકસ પોઈન્ટ મળે છે. તે સુપર ફાસ્ટ ઓટો ફોકસ ટેક્નોલોજી સાથે આવે છે. આ કેમેરાથી 1080 પિક્સલ રિઝોલ્યુશન સુધી 60FPS પર વીડિયો રેકોર્ડ કરી શકાય છે.

2. નિકોન D3500: કિંમત 26,999 રૂપિયા

જો તમે ફોટોગ્રાફી શીખી રહ્યા હો અને તમને લૉ બજેટમાં DSLR કેમેરા ખરીદવા માગો છો તો નિકોનનો આ કેમેરા સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેમાં 24.2MPનું APS-C સેન્સર મળે છે. તેમાં અનેકો મેન્યુઅલ કન્ટ્રોલ ઓપ્શન મળે છે. કેમેરાથી FHD વીડિયો 60FPS પર શૂટ કરી શકાય છે.

3. સોની ZV-E10: કિંમત 69,990 રૂપિયા
જો તમને વીડિયો લોગિંગનો શોખ છે અને તેના માટે તમે એક સારા DSLRની શોધમાં છો તો સોનીનો આ કેમેરા સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેમાં ફ્લિપ આઉટ સ્ક્રીન મળે છે. કેમેરા 4K ક્વોલિટી સપોર્ટ કરે છે.

કેમેરામાં 3 કેપ્શ્યુલ ડાયરેક્શનલ માઈક મળે છે. વિંડસ્ક્રીન સાથે તમે એક્સર્ટનલ માઈક વગર પણ વીડિયો રેકોર્ડ કરી શકો છો. તેમાં ફાસ્ટ ઓટો ફોકસ ફીચર મળે છે.

અન્ય સમાચારો પણ છે...