• Gujarati News
  • Utility
  • Gadgets
  • The AMP Link Will No Longer Be Open On The Twitter App On Android And IOS, Which Was Controversial When It Was Launched In 2015.

ફીચર અપડેટ:ટ્વિટર એપ પર હવે એન્ડ્રોઈડ અને iOS પર AMP લિંક ઓપન નહીં થાય, 2015માં લોન્ચ થતાં જ વિવાદમાં આવી હતી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ ટ્વિટર પર કોઈ વેબસાઈટ અથવા પોર્ટલની લિંક હોય છે ત્યાં ક્લિક કરવા પર ટ્વિટર ખુલી જાય છે. તેને જ એક્સેલેરેટેડ મોબાઈલ પેજ (AMP)ફીચર કહેવામાં આવે છે. પરંતુ ટ્વિટરે મોબાઈલ પર એક્સેલેરેટેડ મોબાઈલ પેજ (AMP) માટે પોતાનો સપોર્ટ પાછો લઈ લીધો છે. તેનાથી હવે ટ્વિટર એપની જગ્યાએ લિંક હવે કોઈ બ્રાઉઝર પર જ ખુલશે. તેને કેટલાક ડિવાઈસમાં આજથી જ અને વર્ષનાં અંત સુધી તમામ ડિવાઈસમાંથી એક્સેસ હટાવી દેવામાં આવશે.

2015માં લોન્ચ થતા જ તે વિવાદમાં આવી ગઈ હતી
AMPની મદદથી ટ્વિટર પર કોઈ પેજની સ્પીડથી લોડિંગ, હાઈ પરફોર્મંસ મોબાઈલ એક્સપિરિઅન્સ મળે છે. પરંતુ 2015માં લોન્ચ થતા જ તે વિવાદમાં રહી છે. રિપોર્ટના અનુસાર, હવે ટ્વિટરના કોઈપણ પેજ પર ટેપ કરવા પર યુઝર્સને સીધા રેગ્યુલર વેબ પેજ પર સેન્ડ કરવામાં આવી રહી છે.

ગૂગલની વેબમાં કંટ્રોલથી થયો વિવાદ
કેટલાક ટીકાકારોનો દાવો છે કે તેના પર ગૂગલના વેબ કંટ્રોલ કરવાના કારણે હંમેશાંથી વિવાદ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વિટર જેવા પ્લેટફોર્મ માટે તેમાં URLs સાથે ગડબડ કરવા જેવા બેઝિક યુઝર ઈન્ટરફેસવાળી સમસ્યા હોય છે.

બ્રાઉઝર એક્સટેન્શનનો ભ્રમ દૂર થશે
રિપોર્ટના અનુસાર, ઓટોમેટિક AMP પેજને ઓરિજિનલ આર્ટિકલ URLથી બ્રાઉઝર એક્સટેન્શનના કારણે જે ભ્રમ થતો હતો તેનાથી તે ઓછો થઈ જશે. કંપનીનું આ પગલું મે 2020માં જ ગૂગલની પોલિસીમાં ફેરફાર બાદ આવ્યું છે, જ્યારે તેને જાહેરાત કરી હતી કે હવે તેને પોતાના સર્ચ એન્જિનના ટોપ સ્ટોરિઝ સેક્શનમાં પોતાના પેજને AMP વર્ઝન રજૂ કરવા માટે ન્યૂઝ સાઈટ્સની જરૂર રહેશે નહીં.