કન્ફર્મ:ટૂંક સમયમાં ઓલ ગ્લાસ આઈફોન લોન્ચ થશે, ઓલ ગ્લાસ એપલ વોચ પણ કતારમાં

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલ ગ્લાસ આઈફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળશે

આઈફોન લવર્સ માટે એક સારા સમાચાર છે. એપલ કંપની પારદર્શક લાગતો કાચનો આઈફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ તેની પેટન્ટ ફાઈલ કરી છે. એપલે US પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં ઓલ ગ્લાસ આઈફોનની પેટન્ટ ફાઈલ કરી છે. પેટન્ટની વાત સામે આવતા એ વાત કન્ફર્મ થઈ છે કે આઈફોન ગ્લાસ આઈફોન લોન્ચ કરશે.

Patently Apple વેબસાઈટએ આ પેટન્ટના ફોટોઝ લીક કર્યા છે. પેટન્ટ પ્રમાણે અપકમિંગ આઈફોનમાં 6 બાજુ સ્ટીલ કે પ્લાસ્ટિક બોડી નહિ પણ ગ્લાસ અર્થાત પારદર્શક કાચ હશે. પેટન્ટ પ્રમાણે આ પારદર્શક આઈફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળે છે.

પેટન્ટ પ્રમાણે અપકમિંગ આઈફોનની 6 બાજુ પારદર્શક ગ્લાસ મળશે. આ આઈફોનમાં પામ રિજેક્શન ટેક્નોલોજી મળી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી ટચ સેન્સિટિવ ગ્લાસ પર વધારે સ્મૂધલી ઓપરેટ કરી શકાશે.

પારદર્શક વોચ પણ લોન્ચ થઈ શકે છે

ઓલ ગ્લાસ આઈફોનની જેમ એપલ ઓલ ગ્લાસ એપલ વોચ અને મેક પ્રો ટાવર પણ લોન્ચ કરી શકે છે. પેટન્ટમાં આ બંનેની ડિઝાઈન પણ જોવા મળી છે. જોકે બંનેના મિકેનિકલ પાર્ટ્સ હાલ અવેલેબલ નથી. ઓલ ગ્લાસ એપલ પ્રોડક્ટ્સ ક્યારે લોન્ચ થશે તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.