• Gujarati News
  • Utility
  • Gadgets
  • The 68 Minute Time Limit For Deleting Messages On WhatsApp Will Be Extended, Now Sent Messages Can Be Deleted At Any Time.

ન્યૂ અપડેટ:વ્હોટ્સએપ પર મેસેજ ડિલીટ કરવાની 68 મિનિટની ટાઇમ લિમિટ એક્સટેન્ડ થશે, હવે ગમે ત્યારે સેન્ડ કરેલો મેસેજ ડિલિટ કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અરે યાર...આ મેસેજ ખોટો મોકલાઈ ગયો. ભૂલથી મેસેજ બીજા કોઈ વ્યક્તિને જતો રહ્યો. અરે...ફટાફટ ડિલીટ કર...ડિલીટ કર નહીં તો પછી ડિલીટ નહીં થાય. વ્હોટ્સએપમાં ભૂલથી ખોટા મેસેજ ખોટી જગ્યાએ મોકલાઈ ગયા હોય અને 68 મિનિટ સુધીમાં ડિલીટ ફોર એવરીવન ન કર્યું તો પછી મેસેજ ડિલીટ કરવાનો કોઈ ઓપ્શન નથી રહેતો. પરંતુ હવે યુઝર્સની આ સમસ્યાને હલ કરવા વ્હોટ્સએપ મેસેજ ડિલીટ કરવાની 68 મિનિટની ટાઇમ લિમિટ એક્સટેન્ડ કરવા જઈ રહ્યું છે.

વ્હોટ્સએપ તેના 'ડિલીટ ફોર એવરીવન' ફીચરમાં નવી અપડેટ લાવી રહ્યું છે. નવી અપડેટ પછી તમે સેન્ડ કેલા મેસેજને કોઈપણ સમયે ડિલીટ કરી શકશો. હાલમાં, આ ફીચરની ટાઇમ લિમિટ 68 મિનિટ છે. કંપનીએ આ ફીચર વર્ષ 2017માં બહાર પાડ્યું હતું. ત્યારબાદ આ ફીચરની ટાઇમ લિમિટ પણ ઘણી વખત અપડેટ કરવામાં આવી હતી. હાલમાં, મોકલેલા મેસેજ ડિલીટ કરવા માટે બે ઓપ્શન ઉપલબ્ધ છે, 'ડિલીટ ફોર મી' અને 'ડિલીટ ફોર એવરીવન'.

વ્હોટ્સએપના ફીચરને ટ્રેક કરનારું પ્લેટફોર્મ WABetaInfoએ આ ફીચર સંબંધિત સ્ક્રીન શોટ શેર કર્યો છે. આમાં એન્ડ્રોઈડ ઈન્ટરફેસ આ ફીચર જોવા મળી રહ્યું. અહીં એક ડાયલોગ બોક્સ પણ દેખાઈ રહ્યું છે, જેમાં યુઝરને એ પસંદ કરવાનો ઓપ્શન મળશે કે શું તે આ મેસેજ ફક્ત પોતાના માટે કે દરેક માટે ડિલીટ કરવા માગે છે.

સ્ક્રીન શોટમાં જોવા મળી રહ્યું છે કે મેસેજ ત્રણ મહિના જૂનો છે. ચેટ પર 23 ઓગસ્ટની તારીખ દેખાઈ રહી છે. એટલે કે વ્હોટ્સએપ દ્વારા 'ડિલીટ ફોર એવરીવન' ફીચર કરન્ટ ટાઇમ પિરિયડ કરતાં ઘણું વધારે છે.

આ ફીચરની કરન્ટ ટાઇમ લિમિટ
અત્યારે વ્હોટ્સએપ પર આપણે મેસેજ મોકલવાની 4096 સેકન્ડ (અથવા 68 મિનિટ અને 16 સેકન્ડ) સુધી તેને ડિલીટ કરી શકીએ છીએ. વર્ષ 2017માં આ ફીચરને લોન્ચ કર્યા બાદ તેની ટાઇમ લિમિટ ઘણી વખત વધારવામાં આવી છે. શરૂઆતમાં, દરેક માટે મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 8 મિનિટ ઉપલબ્ધ હતી. જો કે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને યુઝર્સ કોઈપણ સમય મર્યાદા વિના આ એપ્લિકેશનમાંથી જૂના મેસેજીસ ડિલીટ કરી શકે છે.

વ્હોટ્સએપમાં 'ડિલીટ ફોર એવરીવન' ફીચર કેવી રીતે યુઝ કરવું?

  • તે કોન્ટેક્ટ, ગ્રુપ ઓપન કરો જ્યાં તમે મેસેજ મોકલ્યો છે.
  • એ બાબતનું ધ્યાન રહે કે મેસેજ 68 મિનિટ અને 16 સેકંડ કરતાં વધુ જૂનો ન હોય.
  • તમે મેસેજ પર ટેપ કરશો એટલે એ સિલેક્ટ થઈ જશે.
  • ઉપરની બાજુ ડિલિટનો આઇકોન ટચ કરો.
  • હવે 'ડિલીટ ફોર મી' અથવા 'ડિલીટ ફોર એવરીવન' સિલેક્ટ કરો.