‘વીવો V25’ના 2 વેરિઅન્ટ્સ લોન્ચ થયા:5G સ્માર્ટફોનની કિંમત ₹27,999થી શરૂ થાય છે, 64MP નાઇટ વિઝન ટ્રિપલ રિયર કેમેરા મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીવોએ દિવાળી પહેલા જ ભારતમાં ‘વીવો V25’ 5G સ્માર્ટફોનના 2 વેરિઅન્ટ લોન્ચ કરી દીધા છે. 8GB રેમ વેરિઅન્ટની કિંમત ₹27,999 અને 128GB RAM વેરિઅન્ટની કિંમત 31,999 રુપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને 2 ડિફરન્ટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

50MPના ફ્રન્ટ અને ટ્રિપલ રિયર કેમેરા
8GB વેરિઅન્ટમાં MediaTek Dimensity 900 પ્રોસેસર મળશે. 4500mAh લિથિયમ આયન બેટરી સાથે મોબાઇલ સર્ફિંગ બ્લુ અને એલિગન્ટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. 64MP, 8MP અને 2MP ટ્રિપલ રિયર કેમેરા અને 50MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ હશે. 128GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનની કિંમત 27,999 છે.

256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4000 રૂપિયા વધુ
12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા આ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. 50MP ફ્રન્ટ કેમેરા સાથે 64MP નાઇટ વિઝન, 8MP અને 2MP ટ્રિપલ રિયર કેમેરા ઉપલબ્ધ હશે. 4500mAh બેટરીવાળા સ્માર્ટફોનમાં 6.44 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. આ મોબાઈલ MediaTek Dimension 900 પ્રોસેસર પર કામ કરશે. તેના મોટાભાગના ફીચર્સ 8GB વેરિઅન્ટ જેવા જ છે.

બૉક્સમાં શું મળશે?
ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં હાઇબ્રિડ કાર્ડ સ્લોટ નથી. બોક્સમાં હેન્ડસેટ સાથે એક USB પાવર એડેપ્ટર, USB કેબલ, સિમ ઇજેક્ટર, ફોન કવર અને બોક્સમાં લાગુ સ્ક્રીન ગાર્ડ સાથે આવશે. યુઝર્સ 6.44 ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લેમાં 2K વીડિયો જોઈ શકશે. અપડેટેડ એન્ડ્રોઇડ 12 સાથે મોબાઇલ ઓક્ટા-કોર પ્રોસેસર પર કામ કરશે.