ઓક્ટોબર 2021માં ગેલેક્સી M31 પ્રાઈમ એડિશન લોન્ચ કર્યા બાદ સેમસંગે ભારતમાં M32 પ્રાઈમ એડિશન પણ લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન તમને એમેઝોનની વેબસાઈટ પર મળી રહેશે. 6000mAhની બેટરીવાળા આ સ્માર્ટફોનમાં સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹11,499 છે.
2 સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ
M32 પ્રાઈમ એડિશન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB RAM+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,499 રુપિયા છે. બીજી તરફ 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹13,499 છે. આ સ્માર્ટફોન પ્રાઈમ બ્લૂ અને બ્લૂ કલરમાં મળી રહેશે.
130 કલાકનો મ્યૂઝિક પ્લેબેક ટાઈમ
સેમસંગે ગેલેક્સી M32 પ્રાઈમ એડિશનમાં 24 કલાક ઈન્ટરનેટ યૂઝ, 25 કલાક વીડિયો પ્લે ટાઈમ, 130 કલાકનો મ્યૂઝિક પ્લે ટાઈમ અને 40 કલાકનો કોલિંગ ટાઈમ આપવાનો દાવો કર્યો છે. ગેલેક્સીનો M32 પ્રાઈમ એડિશન રેડમી, ઓપ્પો, ઈન્ફિનિક્સ, ટેક્નો અને મોટોરોલા જેવી કંપનીઓના લો-બજેટ સ્માર્ટફોનને ટકકર આપી શકે.
એમેઝોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું
એમેઝોન પર મળતી ઓફરોનો લાભ લઈને તમે આ 4GB RAM વેરિઅન્ટવાળા સ્માર્ટફોનને 9,999 રુપિયામાં ખરીદી શકો. એમેઝોન પરથી ખરીદવા પર યૂઝર્સને 3 મહિનાની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ મફતમાં મળશે. પ્રાઈમ એડિશનના મોટાભાગના ફીચર્સ રેગ્યુલર ગેલેક્સી M32ની માફક જ છે.
6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે
ગેલેક્સી M32 પ્રાઈમ એડિશનમાં યૂઝર્સને 6.4 ઈંચની AMOLED અને ઈન્ફિનિટી-U-નોચ ડિસ્પ્લે મળશે. ફુલ HD+ રેઝોલ્યુશન સાથે મોબાઈલનો રિફ્રેશ રેટ 90Hz છે. ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શનની સાથે આ સ્માર્ટફોન 18Wના ટાઈપ-C એડેપ્ટરથી ચાર્જ થશે.
64MPનો ક્વાડ કેમેરા મળશે
આ સ્માર્ટફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવવામાં આવ્યું છે. 20 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે રિયર સાઈડ પર 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે. રિયર કેમેરામાં 8MPનો અલ્ટ્રા-વાઈડ લેન્સ, 2MPનો મેક્રો કેમેરા અને 2MPનું ડેપ્થ સેન્સર મળશે.
રેડમી, મોટોને આપશે ટક્કર
એન્ડ્રોઈડ 11 OS પર વર્ક કરનારા સ્માર્ટફોનમાં વન UI 4.1 મળશે. મીડિયાટેક હીલિયો G80 ચિપસેટથી પાવર્ડ સ્માર્ટફોનમાં SD કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 4G કનેક્ટિવિટીની સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ પણ છે. wi-fi, બ્લૂટુથ કનેક્ટિવિટીની સાથે 3.5mmનો ઓડિયો જેક મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.