તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • The 4 New Smartphones, Including The Real Mi 7 And Poco M2 Pro, Will Cost Less Than ₹ 15,000, With A Camera Up To 64MP And A Display Up To 6.67 Inches.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક બાઇંગ ગાઇડ:રિયલ મી7 અને પોકો M2 પ્રો સહિત 4 નવાં સ્માર્ટફોનની કિંમત ₹15,000 કરતાં પણ ઓછી, 64MP સુધીનો કેમેરા અને 6.67 ઇંચ સુધીની ડિસ્પ્લે મળશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિયલ મી7ની બેક પેનલ પર ગ્લોસી અને મેટ બંને ફિનિશ મળી જાય છે
 • નાર્ઝો 20 પ્રો બ્લેક નિન્જા અને વ્હાઇટ નાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે

સ્માર્ટફોન કંપનીઓ ઇન્ડિયન માર્કેટમાં પોતાની નવી-નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. તેના કારણે હવે ગ્રાહકો સામે ઘણાં બધાં ઓપ્શન્સ અવેલેબલ થઈ રહ્યા છે. ફેસ્ટિવ સિઝન દરમિયાન પણ ઘણાં મોટાં સ્માર્ટફોન્સનાં લોન્ચિંગ જોવાં મળશે.

જો તમે આ દિવાળી પર કોઈ કારણસર નવો ફોન ન ખરીદી શક્યા હો તો હજી પણ તક જતી નથી રહી. અહીં 15 હજાર રૂપિયાની કિંમતમાં એવાં સ્માર્ટફોન્સનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જે તાજેતરમાં જ લોન્ચ થયાં છે. નીચે લિસ્ટ જૂઓ...

1. રિયલમી 7

 • કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યો છે અને ફોન પોતાની યૂનિક બેક પેનલ પેટર્નને કારણે અટ્રેક્ટિવ દેખાય છે, કારણ કે તેમાં ગ્લોસી અને મેટ બંનેમાં ફિનિશ મળે છે.
 • ફોનમાં મિસ્ટ બ્લૂ અને મિસ્ટ વ્હાઈટ કલરની સાથે બે વેરિઅન્ટ 6GB+64GB (કિંમત: 14,999 રૂપિયા) અને 8GB+128GB (કિંમત: 16,999 રૂપિયા)માં અવેલેબલ છે.
 • ફોનમાં હીલિયો G95 ગેમિંગ પ્રોસેસર, 90Hz અલ્ટ્રા સ્મૂધ 6.5 ઇંચ FHD+ ડિસ્પ્લે, સોની 64MP ક્વોડ રિયર કેમેરા અને 5000mAh બેટરી મળે છે.

2. રિયલમી નાર્ઝો 20 પ્રો

 • આ રિયલમી નાર્ઝો 20 સિરીઝનું સૌથી ઊંચું મોડેલ છે. તેમાં અટ્રેક્ટિવ દેખાતી સુંદર બેક પેનલ મળે છે.
 • ફોન બ્લેક નિન્ઝા અને વ્હાઈટ નાઈટ કલર ઓપ્શન સહિત બે વેરિઅન્ટ 6GB+64GB (કિંમત: 14,999 રૂપિયા) અને 8GB+128GB (કિંમત: 16,999 રૂપિયા)માં અવેલેબલ છે.
 • ફોનમાં 90Hz રિફ્રેશ્ડ રેટની સાથે 6.5 ઇંચની FHD+ ડિસ્પ્લે, હીલિયો G95 ગેમિંગ પ્રોસેસર, 65W સુપરફાસ્ટ ચાર્જની સાથે 4500mAh બેટરી, 48MP AI ક્વોડ કેમેરા આપવામાં આવ્યો છે.

3. પોકો M2 પ્રો

 • પોકોએ થોડા સમય પહેલાં જ M2 પ્રોનાં લોન્ચિંગ સાથે તેનું લાઇનઅપ એક્સપાન્ડ કર્યું. ફોનની બેક પેન્લ પર સિમ્પલ પેટર્ન જોવા મળી રહી છે, જે દેખાવમાં એકદમ ક્લાસી લાગે છે.
 • ફોન બ્લેક, બ્લુ અને ગ્રીન કલર સાથે ત્રણ વેરિઅન્ટ 4GB+64GB (કિંમત: 13,999 રૂપિયા), 6GB+64GB (કિંમત: 14,999 રૂપિયા), 6GB+128GB (કિંમત: 16,999 રૂપિયા)માં અવેલેબલ છે.
 • M2 પ્રોમાં સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 33W ફાસ્ટ ચાર્જર સપોર્ટ સાથે 5000mAh બેટરી, 48MP AI ક્વોડ રિઅર કેમેરા, 16MP સેલ્ફી કેમેરા અને 6.67 FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.

4. સેમસંગ ગેલેક્સી A21s

 • સેમસંગનો આ સ્માર્ટફોન નવો નથી પરંતુ જો 15 હજાર રૂપિયા કે તેથી ઓછા બજેટમાં કોઈ વ્યક્તિ સેમસંગ સ્માર્ટફોન ખરીદવા માગતી હોય તો આ એક સારો ઓપ્શન હોઈ શકે છે.
 • ફોન બ્લેક, બ્લુ અને વ્હાઇટ કલર સાથે ત્રણ વેરિઅન્ટ 4GB+64GB (કિંમત: 14,499 રૂપિયા), 6GB+64GB (કિંમત: 15,999 રૂપિયા), 6GB+128GB (કિંમત: 16,999 રૂપિયા)માં અવેલેબલ છે.
 • ફોનમાં 48MPનો ક્વોડ રિઅર કેમેરા, 6.5 ઇંચની ઇન્ફિનિટી-O HD+ ડિસ્પ્લે, 5000mAh બેટરી આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો