• Gujarati News
  • Utility
  • Gadgets
  • The 3 Color Variants Of 'Mi 11 Lite' Will Launch On June 22, With A 64MP Primary Rear Camera And A 6.5 Inch Screen.

અપકમિંગ:'Mi 11 Lite'નાં 3 કલર વેરિઅન્ટ 22 જૂને લોન્ચ થશે, 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 6.5 ઈંચની સ્ક્રીન મળી શકે છે

2 વર્ષ પહેલા
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા હશે
  • આ સ્માર્ટફોનની થિકનેસ 6.81mm અને વજન 157 ગ્રામ છે

ચાઈનીઝ બ્રાન્ડ શાઓમી ભારતમાં 'Mi 11 Lite' સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં કંપનીએ કન્ફર્મ કર્યું છે કે 22 જૂનની ઈવેન્ટમાં કંપની આ ફોનનાં 3 કલર વેરિઅન્ટ લોન્ચ કરશે. આ ફોન 2021નો અત્યાર સુધીનો સ્લિમેસ્ટ અને થિનેસ્ટ સ્માર્ટફોન છે.

કંપનીએ ટ્વીટ કરીને તેનાં કલર વેરિઅન્ટ વિશે માહિતી આપી છે. ફોનનાં જેઝ બ્લૂ, વિનાયલ બ્લેક અને તુસ્કેની કોરલ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. કંપની અપકમિંગ વેરિઅન્ટમાં મેટ ફિનિશિંગ આપશે. આ સ્માર્ટફોનની થિકનેસ 6.81mm અને વજન 157 ગ્રામ છે.

Mi 11 Liteનાં સ્પેસિફિકેશન

  • આ ફોન ગ્લોબલી પહેલાં જ લોન્ચ થઈ ચૂક્યો છે. ભારતમાં લોન્ચ થનારાં વેરિઅન્ટનાં સ્પેસિફિકેશન પણ ગ્લોબલ વેરિઅન્ટ જેવાં જ હોઈ શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 11 OS વિથ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
  • ફોનમાં 6.5 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 90 Hz હશે. તે HDR10+ સપોર્ટ કરશે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 64MP+8MP+5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા હોઈ શકે છે.
  • ફોનની કિંમત 20-25 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
  • ફોન 4250 mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.