તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાન્યુઆરી 2021માં ટેલિગ્રામ દુનિયાભરમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી નોન ગેમિંગ એપ બની હતી. સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, તેમાંથી 24% ડાઉનલોડ ભારતમાં થયા છે. મેસેજિંગ એપને ગત મહિને 6.3 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં આશરે 1.5 કરોડ ભારતીયો ટેલિગ્રામ પર આવ્યા. જાન્યુઆરી 2020ની સરખામણીએ આ ડાઉનલોડ 3.8ગણું વધારે હતું. ડાઉનલોડમાં અચાનક આવેલી વૃદ્ધિનું કારણ વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને માનવામાં આવી રહ્યું છે. લિસ્ટમાં બીજા નંબરે ટિકટોક છે જ્યારે ત્રીજા નંબરે સિગ્નલ અને ત્યારબાદ ફેસબુકે પોતાનું સ્થાન લીધું છે. વ્હોટ્સએપને નવી પોલિસી એટલી ભારે પડી કે તે પાંચમાં સ્થાને છે.
ટેલિગ્રામ એપને સૌથી વધારે ભારતમાં ઈન્સ્ટોલ કરવામાં આવી
‘ટોપ એપ્સ વર્લ્ડવાઈડ ફોર જાન્યુઆરી 2021 બાય ડાઉનલોડ્સ’ ટાઈટલથી પોતાના લેટેસ્ટ બ્લોગ પોસ્ટમાં સેન્સર ટાવરે જાહેરાત કરી છે કે ટિકટોક અને સિગ્નલને પાછળ ધકેલી ટેલિગ્રામ આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી વધારે ડાઉનલોડ એપ બની છે. 24% ગ્રોથ સાથે સૌથી વધારે ઈન્સ્ટોલ ભારતમાં થયા છે. ત્યારબાદ 10% ઈન્સ્ટોલ સાથે ઈન્ડોનેશિયા બીજા નંબરનો દેશ છે.
ભારતમાં બૅન થયેલી એપ ટિકટોક ગ્લોબલી બીજા નંબરે
6.2 કરોડ ડાઉનલોડ્સ સાથે ગ્લોબલી ટિકટોક બીજા નંબરની સૌથી વધારે ડાઉનલોડ થનાર એપ બની છે. તેને સૌથી વધારે 17% ચીન અને 10% અમેરિકામાં ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
ડિસેમ્બર 2020માં ટોપ-5માં પણ ટેલિગ્રામ એપ સામેલ નહોતી
સેન્સર ટાવરના ડેટા પ્રમાણે, ડિસેમ્બર 2020માં ટિકટોક સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ હતી. આ દરમિયાન ટેલિગ્રામ ટોપ-5માં પણ સામેલ નહોતી. વ્હોટ્સએપના પોલિસી વિવાદ પછી ટેલિગ્રામ પર તેના યુઝર્સ સ્વિચ થવા લાગ્યા છે. તેથી 2020માં ત્રીજા સ્થાને રહેલી વ્હોટ્સએપ ગગડીને 2021માં પાંચમાં સ્થાને આવી છે. સિગ્નલ અને ફેસબુકે ક્રમશ: ત્રીજા અને ચોથા સ્થાને પોતાની જગ્યા બનાવી છે.
ઈન્સ્ટાગ્રામ ટોપ-10માં સામેલ
રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી 2021માં સૌથી વધુ ડાઉનલોડ થનાર નોન ગેમિંગ એપમાં ઈન્સ્ટાગ્રામ છઠ્ઠા ક્રમાંકે છે. ત્યારબાદ ઝૂમ, એસએક્સ ટકાટક, સ્નેપચેટ અને મેસેન્જર સામેલ છે. સેન્સર ટાવરને આ ડેટામાં 1 જાન્યુઆરી 2021થી 31 જાન્યુઆરી, 2021ના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરના ડેટા સામેલ છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.