ન્યૂ ફીચર:ટેલિગ્રામ યુઝર હવે કોઈ પણ ચેટમાં પેમેન્ટ કરી શકશે, સાથે જ વોઈસ ચેટને શિડ્યુલ કરી શકશે; કંપનીએ નવી અપડેટ રિલીઝ કરી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેલિગ્રામ પેમેન્ટ માટે કોઈ કમિશન નહિ લે અને યુઝરની પેમેન્ટ ડિટેલ પણ પોતાની પાસે સેવ નહિ રાખે
  • ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર હવે પ્રોફાઈલ ફોટો બદલી શકાશે

ટેલિગ્રામે નવી અપડેટ રિલીઝ કરી છે. તેમાં કંપનીએ ઘણા બધા ફીચર્સ લોન્ચ કર્યાં છે. તેમાં ટેલિગ્રામ ચેટ્સ માટે પેમેન્ટ 2.0, વોઈસ ચેટ માટે મિની પ્રોફાઈલ અને શિડ્યુલિંગ, બ્રાઉઝર્સ માટે ન્યૂ ટેલિગ્રામ એપ્સ સહિત ઘણી અપડેટ સામેલ છે. અપડેટમાં એન્ડ્રોઈડ યુઝર્સને નવાં એનિમેશન પણ મળશે.

તમામ ચેટ પર પેમેન્ટ કરી શકાશે

ટેલિગ્રામમાં પેમેન્ટ બૉટ 2017થી એક્ટિવ છે. તે યુઝર્સને સુરક્ષિત રીતે પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. અહીં વેપારી કોઈ પણ ચેટ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરી શકે છે. પેમેન્ટ હવે કોઈ પણ એપથી કરી શકાય છે. તેમાં ડેસ્કટોપ એપ પણ સામેલ છે. ટેલિગ્રામનું કહેવું છે કે એપ પેમેન્ટ માટે કોઈ કમિશન નહિ લે અને યુઝરની પેમેન્ટ ડિટેલ પણ પોતાની પાસે સેવ નહિ રાખે.

વોઈસ ચેટ શિડ્યુલ કરી શકાશે
ટેલિગ્રામ પર હવે યુઝર્સ વોઈસ ચેટ પણ શિડ્યુલ કરી શકે છે. ગ્રુપ એડમિન અને ચેનલ્સ હવે વોઈસ મેસેજને ડેટ અને ટાઈમ સેવ કરી શિડ્યુલ કરી શકે છે.

ચેટિંગ દરમિયાન પ્રોફાઈલ ફોટો બદલી શકાશે
નવી અપડેટમાં યુઝર પ્રોફાઈલ પિક્ચર અને બાયોને સારા આઈડિયા સાથે ચેટિંગ દરમિયાન એક્સપાન્ડ કરી શકશે. તેના માટે ચેટ વિન્ડોથી બહાર નીકળવાની જરૂર નથી. આ ફીચરને વોઈસ ચેટ માટે મિની પ્રોફાઈલ કહેવાય છે.

એનિમિટેડ સ્ટિકર્સ, ડાર્ક મોડ ફીચર્સ પણ અવેલેબલ
ટેલિગ્રામ હવે 2 નવાં ફુલ્લી ફીચર્ડ ટેલિગ્રામ વેબ એપ લોન્ચ કરી છે. બંને એનિમિટેડ સ્ટીકર્સ, ડાર્ક મોડ, ચેટ ફોલ્ડર્સ સહિતના ઘણા ફીચર્સ સપોર્ટ કરે છે. નવાં વેબ વર્ઝન સાથે ડેસ્કટોપ અથવા મોબાઈલ પર પોતાની ચેટ વિન્ડો પર પહોંચી જવાશે.