ટેક ન્યૂઝ:ટેલિગ્રામે નવી સુવિધાઓ સાથે તેનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેલિગ્રામે તેનું ટેલિગ્રામ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. આ પેઇડ ટાયરમાં 4 GB ફાઇલ અપલોડ, ઝડપી ડાઉનલોડ્સ, એક્સક્લુઝિવ સ્ટીકર્સ અને રિએક્શન જેવા ઘણાં નવાં ફીચર્સ છે. એક સત્તાવાર જાહેરાતમાં ટેલિગ્રામે એમ પણ જણાવ્યું હતું કે, એપ્લિકેશન હવે 700 મિલિયનથી વધુ મંથલી ઍક્ટિવ યુઝર્સને વટાવી ગઈ છે અને મોનેટાઈઝેશન સિસ્ટમ વગર જ વિશ્વભરમાં 2022ની ટોપ-5 ડાઉનલોડ કરેલી એપ્લિકેશન બની ગઈ છે.

એક મહિના પહેલાં ટેલિગ્રામે જાહેરાત કરી હતી કે, તે ટૂંક સમયમાં એપ્લિકેશનમાં પ્રીમિયમ ટાયર શરૂ કરશે. આ નવા પ્રીમિયમ ટાયરની ફી $4.99 માસિક રહેશે. જે અન્ય પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન્સની તુલનામાં ખૂબ જ ઓછું છે. ટેલિગ્રામે એ પણ સ્પષ્ટતા કરી છે કે, પ્રિમીયમ સબ્સ્ક્રિપ્શન લેવું બધા યુઝર્સ માટે ફરજીયાત નથી, ફ્રી વર્ઝનમાં હજુ પણ અપડેટ મળશે.

ટેલિગ્રામ પ્રિમિયમના નવાં ફિચર્સ અને ફાયદા
ફક્ત પ્રીમિયમ મેમ્બર્સ જ આ તમામ ફીચર્સ એક્સેસ કરી શકે છે અને વધુ જાણવા માટે તમે ઓફિશિયલ સાઈટ પર પણ તપાસ કરી શકો છો.

એનિમેટેડ પ્રોફાઈલ ઈમેજ
પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન યુઝર્સ માટે એક નવો વીડિયો પ્રોફાઇલ પિક્ચર વિકલ્પ ઉમેરાશે. યુઝર્સ હવે એક એનિમેટેડ પ્રોફાઇલ પિક્ચર પણ સેટ કરી શકે છે, જે GIFતરીકે દેખાશે.

4GB અપલોડ
મેસેજિંગ એપ્લિકેશન 4GB સુધીની ફાઇલોને શેર કરવાની મંજૂરી આપશે. તે ફ્રી વર્ઝનની ફાઇલ-શેરિંગ લિમિટથી બમણું છે.

ઝડપી ડાઉનલોડ
હવે પ્રીમિયમ યુઝર્સ ઝડપી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ટેલિગ્રામમાંથી કંઈપણ ઝડપથી ડાઉનલોડ કરી શકે છે.

યુનિક સ્ટિકર્સ અને રિએક્શન્સ
સૌથી વધુ ચર્ચિત ટેલિગ્રામ સુવિધા હવે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. સબસ્ક્રાઇબર્સને યુનિક સ્ટિકર અને રિએક્શન્સનું બંડલ મળશે, જેમાં વિશિષ્ટ 3D ઇફેક્ટ્સ સાથે પ્રભાવશાળી ફુલ-સ્ક્રીન એનિમેશન દર્શાવવામાં આવશે.

2x લિમિટ
એપમાં રહેલી કેટલીક લિમિટને બમણી કરવામાં આવી છે, જેમ કે તમે 1,000 ચેનલોમાં જોડાઈ શકો છો, જ્યારે ફ્રિ યુઝર્સ માટે તેની લિમિટ 500 ની છે. આ ઉપરાંત 20 પ્રીમિયમ લિંક્સ અને 400 GIF એકસેસ કરવાની સુવિધા પણ મળશે.

પ્રીમિયમ બેજ અને એપ આઈકોન
જેમ અન્ય સબ્સ્ક્રિપ્શન્સ પ્રીમિયમ બેજ ઓફર કરે છે તેમ ટેલિગ્રામ પણ પ્રિમીયમ યુઝર્સ માટે પ્રીમિયમ બેજ આપશે. તમે તમારી પ્રોફાઇલ પર બ્લુ સ્ટાર બેજ સાથે તમારું સબ્સ્ક્રિપ્શન બતાવી શકો છો અને તમે વિવિધ એપ્લિકેશન આઇકન સેટ કરી શકો છો, જે તમને તમારા પેઇડ ટાયર સાથે મળશે.

નો એડ્સ
પ્રીમિયમ યુઝર્સને ચેટ અથવા હોમપેજ પર કોઈપણ જાહેરાત જોવા મળશે નહિ. રવિવારે, કંપનીએ દરેક યુઝર માટે અમુક નવા અપડેટ પણ આપ્યાં છે, પછી ભલે તમે પ્રીમિયમ યુઝર હોવ કે ફ્રિ યુઝર હોય. નવા અપડેટ મુખ્યત્વે iOS, iPadOS અને macOS માટે છે, જેમાં Public group join requests, new animations in file sharing, bot improvements, 120Hz ProMotion support અને બગ ફિક્સનો સમાવેશ થાય છે.