ટેલિગ્રામમાં નવા ફીચર્સ આવ્યા:યુઝર્સ હવે મેસેજ ઓટો ડિલીટ કરી શકશે, એક ગ્રુપમાં 2 લાખ મેમ્બર્સ જોડાઈ શકશે

2 વર્ષ પહેલા

વ્હોટ્સએપ પોલિસી વિવાદ પછી ટૂંક સમયમાં હાઈલાઈટ થયેલી ટેલિગ્રામ એપ હવે વ્હોટ્સએપને ટક્કર આપવા નવા-નવા ફીચર્સ લાવી રહી છે. કંપનીએ એપના નવા અપડેટમાં ઘણા એડવાન્સ ફીચર્સ એડ કર્યા છે. તેમાં ઓટો ડિલીટ મેસેજ, હોમ વિઝિટ્સ અને ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ જોડવા શક્ય બની ગયું છે. આ દરેક ફીચર્સ માટે યુઝર્સે તેમની ટેલિગ્રામ એપ અપડેટ કરવી પડશે. આ દરેક ફીચર્સ વિશે જાણી લો:

1. ઓટો ડિલીટ મેસેજ ફીચર
ટેલિગ્રામે જણાવ્યું કે, ઓટો ડિલીટ ફીચરની મદદથી કોઈ પણ સમયે એક કન્વર્સેશનમાં દરેક મેમ્બર્સ માટે મેસેજ ડિલીટ કરી શકાશે. પ્લેટફોર્મ પર યુઝર્સ મેસેજ મોકલ્યા પહેલાં 24 કલાક કે 7 દિવસનું ટાઇમર મૂકી શકે છે.

આ રીતે ઉપયોગ કરો:
આ ફીચરનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ યુઝર્સને ચેટની ટોપ પર જમણી બાજુએ, ક્લિયર હિસ્ટ્રી ઓપશન સિલેક્ટ કરવું પડશે. એ પછી ટાઈમ ડ્યુરેશન સિલેક્ટ કરો.

iOS યુઝર્સ મેસેજ ટેપ કરી હોલ્ડ પર રાખો અને એ પછી સિલેક્ટ પર ટેપ કરો. હવે ચેટની ટોપ પર જમણી તરફ ક્લિયર ચેટ ઓપશન સિલેક્ટ કરો. એ પછી ઓટો ડિલીટ ઇનેબલ કરી ડ્યુરેશન સિલેક્ટ કરી શકો છો.

2. અનલિમિટેડ ગ્રુપ મેમ્બર્સ
એપે ગ્રુપમાં મેમ્બર્સની સંખ્યા વધારીને 2 લાખ કરી દીધી છે. હવે કોઈ પણ ટેલિગ્રામ એપમાં 2 લાખ મેમ્બર્સ હોય શકે છે. આ સાથે જ તમે મેસેજ, ફોટો, વીડિયો અને સ્ટિકર્સ શેર કરી શકો છો.

3. હોમ સ્ક્રીન વિઝિટ
ટેલિગ્રામ સરળતાથી એક્સેસ કરવા માટે યુઝર્સ માટે એક હોમ સ્ક્રીન વિઝિટ બનાવવામાં આવ્યું છે. તેમાં ચેટ વિઝિટ હાલમાં જ થયેલી ચેટ દેખાડે છે. જ્યારે શોર્ટકટ વિઝિટ માત્ર નામ અને પ્રોફાઈલ ફોટો દેખાડે છે.

4. સ્પેમ રિપોર્ટ કરવું સરળ બન્યું
ટેલિગ્રામ પર યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સ્પેમ અને ફેક લોકોને સરળતાથી રિપોર્ટ કરી શકશે. એપ દર મહિને લાખો યુઝર્સનો રિપોર્ટ પ્રોસેસ કરે છે, જેથી પ્લેટફોર્મનો દુરુપયોગ ના થાય. તેને વધારે સટીક બનાવવા માટે સ્પેસિફિક મેસેજને રિપોર્ટ કરી શકાય છે. રિપોર્ટમાં યુઝર પોતાની કમેન્ટ પણ લખી શકે છે.

5. ગ્રુપ લિંક લિમિટેડ ટાઈમ
ટેલિગ્રામ એવી ગ્રુપ લિંક પર કામ કરી રહ્યું છે, જેમાં લિમિટેડ ટાઈમ ડ્યુરેશન હોય. કોઈ પણ ઈનવાઈટ લિંકને સ્કેનેબલ QR કોડમાં બદલી શકાય છે. કયો યુઝર ઈનવાઈટ લિંક પર ક્યાંથી આવ્યો છે તે પણ ખબર પડી જશે.