ટેલિગ્રામનો જેકપોટ:ફેસબુક આઉટેજને કારણે એક દિવસમાં ટેલિગ્રામમાં 7 કરોડ નવા યુઝર્સ ઉમેરાયા, આ ફીચર્સને કારણે રાતોરાત એપ હિટ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકની એપ્સ ડાઉન થવાથી યુઝર્સ ટેલિગ્રામ પર સ્વિચ થયાં

વ્હોટ્સએપ અને ફેસબુક ડાઉન થતાં ટેલિગ્રામનો ગ્રાફ રાતોરાત અપ થઈ ગયો. 5 ઓક્ટોબરે ફેસબુકની માલિકની એપ્સમાં ટેક્નિકલ એરર આવતાં તેની સર્વિસ ઠપ થઈ હતી. તેને કારણે 1 દિવસમાં ટેલિગ્રામમાં અધધધ 7 કરોડ નવા યુઝર્સ જોડાયા. ટેલિગ્રામ પર મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 50 કરોડને પાર પહોંચી છે.

ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે જણાવ્યું કે, ફેસબુક આઉટેજ દરમિયાન ટેલિગ્રામ પર અનેકો યુઝર્સ જોડાયા. ટેલિગ્રામનો ડેઈલી ગ્રોથ રેટ વધી ગયો. એક દિવસમાં અન્ય પ્લેટફોર્મની સરખામમીએ 7 કરોડથી વધારે યુઝર્સનું વેલકમ કર્યું. કંપનીને એ વાતનો ગર્વ છે કે ટીમે આ વાત સારી રીતે સંભાળી લીધી.

વ્હોટ્સએપ આઉટેજ ટ્રેક કરનારી વેબસાઈટ ડાઉનડિટેક્ટરના રિપોર્ટ પ્રમાણે, 40% યુઝર્સ એપ ડાઉનલોડ કરવામાં અસમર્થ હતા તો 30% યુઝર્સની ફરિયાદ હતી કે તેઓ મેસેજ સેન્ડ નહોતા કરી શકતા જ્યારે 22%નો વેબ એડિશનમાં સમસ્યા હતી.

ટેલિગ્રામના ખાસ ફીચર્સ
તમામ ચેટ પર પેમેન્ટ

ટેલિગ્રામમાં પેમેન્ટ બૉટ 2017થી એક્ટિવ છે. તે યુઝર્સને સુરક્ષિત રીતે પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. અહીં વેપારી કોઈ પણ ચેટ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરી શકે છે. પેમેન્ટ હવે કોઈ પણ એપથી કરી શકાય છે. તેમાં ડેસ્કટોપ એપ પણ સામેલ છે. એપ પેમેન્ટ માટે કોઈ કમિશન નથી લેતી અને યુઝરની પેમેન્ટ ડિટેલ પણ પોતાની પાસે સેવ નથી રાખતી.

વોઈસ ચેટ શિડ્યુલ કરી શકાશે
ટેલિગ્રામ પર યુઝર્સ વોઈસ ચેટ પણ શિડ્યુલ કરી શકે છે. ગ્રુપ એડમિન અને ચેનલ્સ હવે વોઈસ મેસેજને ડેટ અને ટાઈમ સેવ કરી શિડ્યુલ કરી શકે છે.

ચેટિંગ દરમિયાન પ્રોફાઈલ ફોટો બદલી શકાય છે
નવી અપડેટમાં યુઝર પ્રોફાઈલ પિક્ચર અને બાયોને સારા આઈડિયા સાથે ચેટિંગ દરમિયાન એક્સપાન્ડ કરી શકશે. તેના માટે ચેટ વિન્ડોથી બહાર નીકળવાની જરૂર નથી. આ ફીચરને વોઈસ ચેટ માટે મિની પ્રોફાઈલ કહેવાય છે.

એનિમિટેડ સ્ટિકર્સ અને ડાર્ક મોડ
એપ એનિમિટેડ સ્ટીકર્સ, ડાર્ક મોડ, ચેટ ફોલ્ડર્સ સહિતના ઘણા ફીચર્સ સપોર્ટ કરે છે. યુઝર્સ કોઈ પણ ડેસ્કટોપ અથવા મોબાઈલ પર પોતાની ચેટ વિન્ડો પર પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...