ટેલીગ્રામની 8.0 અપડેટ:1000ને બદલે હવે અનલિમિટેડ યુઝર્સ લાઈવસ્ટ્રીમ જોઈ શકશે, ટ્રેન્ડિંગ સ્ટિકર્સ પણ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈવસ્ટ્રીમ દરમિયાન ઓડિયન્સ ‘હેન્ડ રેઝ’ કરી શકે છે
  • ટેલીગ્રામ યુઝર્સ જે સ્ટિકર્સનો સૌથી વધારે ઉપયોગ કરતા હશે તે નવી પેનલમાં દેખાશે

ટેલીગ્રામ હવે અનલિમિટેડ નંબર્સમાં યુઝર્સ સાથે લાઈવસ્ટ્રીમ કરી શકાશે. આ ઉપરાંત એપમાં મેસેજિંગ સરળ અને સારું બનાવવા માટે યુઝર્સને ટ્રેન્ડિંગ સ્ટિકર્સ મળશે. આ અપડેટ સાથે યુઝર્સને નવા એનિમેટેડ સ્ટિકર્સ અને ઈમોજી આપવામાં આવશે.આ દરેક ફીચર્સ ટેલીગ્રામ 8.0 અપડેટથી મળશે.

યુઝર્સને મળશે ટેલીગ્રામ 8.0 અપડેટ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલીગ્રામે 8.0 અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટમાં અનલિમિટેડ યુઝર્સ લાઈવસ્ટ્રીમમાં ભાગ લઇ શકશે. હવે ચેનલ્સ કે ગ્રુપ વીડિયો કોલમાં અનલિમિટેડ પાર્ટિસિપેટ્સ જોડાઈ શકે છે, આની પહેલાં 1000 યુઝર્સને કનેક્ટ કરવાનો ઓપ્શન મળતો હતો.

લાઈવસ્ટ્રીમ દરમિયાન ઓડિયન્સ ‘હેન્ડ રેઝ’ કરી શકે છે અને હોસ્ટની પરમિશન મળ્યા પછી બ્રોડકાસ્ટ સાથે જોડાઈ શકે છે.

મેસેજ ફોરવર્ડ કરવાની રીત બદલાઈ
ટેલીગ્રામે નવી અપડેટમાં મેસેજ ફોરવર્ડ કરવાની રીત વધારે સારી બનાવી છે. હવે યુઝર્સ ફોરવર્ડ કરેલા મેસેજનો પ્રિવ્યૂ એક સ્પેશિયલ વિન્ડોમાં જોઈ શકશે અને તેમને મેસેજ ફોરવર્ડ કર્યા પહેલાં ખબર પડશે કે આ મેસેજ રિસીવરને કેવો દેખાશે.

યુઝર્સને ઘણા બધા કસ્ટમાઈઝેશન ઓપ્શન મળશે, તેની સાથે ઓરિજિનલ સેન્ડરનું નામ અને કેપ્શન હાઇડ કરી શકાશે. આ મેસેજ ડિસિલેક્ટ કરવાનો ઓપ્શન પણ મળશે.

એકમાંથી બીજી ચેનલમાં જવું સરળ બનશે
યુઝર્સ હવે અલગ-અલગ ચેનલને સરળતાથી સ્ક્રોલ કરી શકાશે અને એક ચેનલનું કન્ટેન્ટ પૂરું થઇ ગયા પછી બીજી ચેનલનું કન્ટેન્ટ દેખાવા લાગશે. આમ કરવા માટે યુઝર્સે ચેનલના એન્ડમાં સ્વાઈપ-અપ કરવું પડશે. આમ સ્વાઇપ-અપ કરવાથી નેક્સ્ટ ચેનલ દેખાશે અને સ્ક્રીન પર આવતી ચેનલ સ્કિપ કરી શકાશે. યુઝર્સે પહેલાં ઓપન ના કર્યું અને વાંચ્યું ના હોય તે જ કન્ટેન્ટ દેખાડવામાં આવશે.

સ્ટિકર મેન્યુમાં નવી પેનલ આપી
ટેલીગ્રામે સ્ટિકર્સ મેન્યુમાં પણ એક નવું ફીચર સામેલ કર્યું છે. મેસેજિંગ એપમાં હવે યુઝર્સને વાપરેલા સ્ટિકર્સ પહેલાં ટ્રેન્ડિંગ સ્ટિકર્સ પેનલ દેખાડવામાં આવશે. ટેલીગ્રામ યુઝર્સ જે સ્ટિકર્સનો સૌથી વધારે ઉપયોગ કરતા હશે તે અહીં દેખાશે. આ ઉપરાંત એન્ડ્રોઈડ એપમાં સ્ટિકર સજેશન માટે પહેલાં કરતાં મોટો પ્રિવ્યૂ અને ડાઉનલોડ કરેલા સ્ટિકર્સ પેકનું નામ દેખાશે.

ટેલીગ્રામે પોતાની વૅર OS એપ માટે સપોર્ટ સિસ્ટમ પૂરી કરી દીધી છે. એટલે કે યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર વૅર OSથી આ એપ ડાઉનલોડ નહીં કરી શકે. ટેલીગ્રામ ચેનલ્સમાં કમેન્ટ્સની સંખ્યા પણ નવા ફીચરની સાથે દેખાડવામાં આવશે. સેન્ડર તરફથી સ્ટિકર સિલેક્ટ કરતી વખતે સ્ટેટસની જાણકારી પણ રિસીવરને આપવામાં આવશે.