હવે ગ્રાહકોને હેરાન કરવા ભારે પડશે:50થી વધારે અનવોન્ટેડ કોલ અને SMS કરવા પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટ રોડમેપ તૈયાર કરી રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે અનવોન્ટેડ કોલ અને SMSથી પરેશાન છો તો હવે ટૂંક સમયમાં તેનાથી રાહત મળવાની છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે તેના માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તે હેઠળ ટેલિકોમ કંપનીઓ ગ્રાહક વધારવા માટે યુઝર્સને નક્કી કરાયેલી લિમિટ કરતાં વધારે ફોન કોલ અને SMS નહિ કરી શકે. જો આમ થાય છે તો હવે કંપનીઓએ કાયદેસરનો દંડ ભરવો પડશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુઝરને 50 કોલથી વધારે ફોન કોલ અને SMS પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે. દંડના સ્લેબને વધારતા નિયમો વધુ કડક કરવાની તૈયારી છે. નવા પ્રપોઝલ હેઠળ શૂન્યથી 10 અનવોન્ટેડ સેલ્સ કોલ માટે 1 હજાર રૂપિયા, 11થી 50 કોલ્સ માટે પ્રતિ ઉલ્લંઘન પર 5 હજાર રૂપિયા અને 50થી વધારે વખત ઉલ્લંઘન કરવા પર પ્રતિ ઉલ્લંઘને 10 હજાર રૂપિયાના દંડનો પ્રસ્તાવ છે.

ઈન્કમિંગ કોલ અને SMSની તપાસ કેવી રીતે થશે?
ફોન પર કોલ્સ અને SMS ઉલ્લંઘનોની તપાસ ટેલિકોમ DIU (ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ) કરશે. ટેલિકોમ કમર્શિયલ કમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન 2018 હેઠળ દંડના સ્લેબ શૂન્યથી 100, 100થી 1000 અને 10,000 કોલ ઉલ્લંઘન રાખવામાં આવ્યા. DIU વેરિફિકેશન માટે શંકાસ્પદ ફોન નંબરો પર સિસ્ટમ જનરેટેડ મેસેજ મોકલશે.

કેવી રીતે નિયમ કડક રીતે લાગુ કરાશે

  • વેરિફિકેશનની સ્થિતિમાં તમામ નંબર ડિસકનેક્ટ કરી દેવામાં આવશે તેનાથી જોડાયેલા IMEI નંબરને શંકાસ્પદ લિસ્ટમાં સામેલ કરાશે. આ લિસ્ટમાં IMEI માટે 30 દિવસ સુધી કોઈ પણ કોલ, SMS અથવા ડેટાની મંજૂરી નહિ મળે. સાથે જ શંકાસ્પદ લિસ્ટમાં સામેલ IMEI નંબરના ફોનથી કરવામાં આવેલા કોલ, SMS અથવા ડેટાને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે.
  • આ પ્રક્રિયાઓ બાદ પણ યુઝરને પરેશાન કરનાર કોલર ડિવાઈસ બદલી લે છે તો નવા ડિવાઈસ નો IMEI નંબર પણ શંકાસ્પદ લિસ્ટમાં રાખવામાં આવશે.
  • જો ફરી વખત વેરિફિકેશન બાદ પરેશાન કરનાકા કોલરનો નંબર એક્ટિવ થઈ જાય તો નવાં કનેક્શનનો ઉપયોગ 6 મહિના માટે પ્રતિ દિવસ 20 કોલ અને 20 SMS સુધી સીમિત કરી દેવામાં આવશે.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો તો પણ કોલર ઉલ્લંઘન કરવાનું યથાવત રાખશે તો ટેલિકોમ કનેક્શન ખરીદવા માટે ઉપયોગમાં લેવાતાં ID અને એડ્રેસ પ્રૂફ પર 2 વર્ષની રોક લગાવામાં આવશે.